• બુધવાર, 01 જુલાઈ, 2026

એસ.ટી. નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો

અમદાવાદ, તા. 30:  ગુજરાત એસ.ટી. નિગમના કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. જેમાં જીએસઆરટીસીના કર્મચારીઓને મળતા મોંઘવારી ભથ્થા(ડીએ)માં 3 ટકાનો વધારો મંજૂર કરવામાં આવ્યો છે. એસટીના કર્મચારીઓને અત્યાર સુધી 55 ટકા પ્રમાણે મોંઘવારી ભથ્થું મળતું હતું. જો કે, હવે તેમાં વધારો થતાં કર્મચારીઓને 58 ટકા ડીએ મળશે. આ અંગેના એરિયર્સની ચૂકવણી ઓગસ્ટ 2026થી કરવાની રહેશે. એસટી નિગમના અધિકારી-કર્મચારીઓ માટે 3 ટકાનો મોંઘવારી ભથ્થાનો વધારો જુલાઈ-2026થી (પેઇડ ઈન ઓગસ્ટ-2026) મંજૂર કરાયો છે. મોંઘવારી ભથ્થામાં વધારો થવાથી એસટીના કર્મચારીઓને રૂ.24 કરોડથી વધુનો ફાયદો થશે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

જોકોવિચ અને સબાલેંકા વિમ્બલ્ડનના બીજા રાઉન્ડમાં July 01, Wed, 2026