• મંગળવાર, 30 જૂન, 2026

સિંહોને આજીવન કેદ ‘કોર્ટની સજા’ નહીં, વન વિભાગનો વહીવટી નિર્ણય

ચતુરી ગામની ઘટના બાદ સિંહોને ‘કાયમી કેદ’ના નિર્ણયથી 2016નો ઇતિહાસ તાજો થયો

મિલાપ રુપારેલ

અમરેલી, તા.29: ખાંભા તાલુકાના ચતુરી ગામની કરુણાંતિકા બાદ માનવભક્ષી બનેલા સિંહોને જંગલમાંથી હંમેશ માટે બેદખલ કરવાનો વન વિભાગનો નિર્ણય ભારે ચર્ચામાં છે. સિંહને આજીવન કેદ કરવાની આ પ્રક્રિયા માત્ર લોકરોષ શાંત કરવા માટે નથી, પરંતુ પગમાર્કથી લઈને ઉગઅ ટેસ્ટ સુધીના વૈજ્ઞાનિક પુરાવાઓ અને ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડનની સર્વોચ્ચ સત્તા હેઠળ લેવાતું એક અત્યંત સંવેદનશીલ સુરક્ષા પગલું છે.

જાણકારો પાસેથી મળતી વિગત મુજબ  સૌથી નોંધપાત્ર ઘટના વર્ષ 2016માં બની હતી. તે સમયે ગિર વિસ્તારની આસપાસ માનવ પર થયેલા ત્રણ જીવલેણ હુમલાઓ બાદ વન વિભાગે કુલ 17 સિંહને પકડી તપાસ હાથ ધરી હતી. પગમાર્ક, ઘટના સ્થળના પુરાવા અને મળના વૈજ્ઞાનિક વિશ્લેષણના આધારે એક નર અને બે માદા સિંહોને હુમલા માટે જવાબદાર ગણવામાં આવ્યા હતા. ત્યારબાદ આ ત્રણેય સિંહને જીવનભર માટે જંગલમાં છોડવાના બદલે કાયમી કેદમાં રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એક સિંહને સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં અને બે સિંહણને રેસ્ક્યૂ સેન્ટરમાં રાખવામાં આવ્યા હતા. તેવું જાણકારો જણાવી રહ્યા છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક