• બુધવાર, 01 જુલાઈ, 2026

બિનખેતી જમીનોમાં પ્રોપર્ટી કાર્ડ જ હવે આખરી દસ્તાવેજ ગણાશે

ગામ નમૂના નંબર-7 બંધ કરવામાં આવશે, ગુજરાત સરકારના મહેસૂલ વિભાગનો મહત્ત્વપૂર્ણ નિર્ણય

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ,તા.30 : ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા જમીન સંપાદન અને રેકર્ડના આધુનિકીકરણ તરફ એક ઐતિહાસિક અને ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે. 37ના વિગતવાર પરિપત્ર મુજબ, રાજ્યમાં બિનખેતી-એનએ થયેલી જમીનોના વર્ષો જૂના ’ગામ નમૂના નં.-7’ (7/12 ના ઉતારા) તબક્કાવાર બંધ કરવામાં આવશે અને તેના સ્થાને પ્રોપર્ટીકાર્ડને જ એકમાત્ર અદ્યતન અને માન્ય દસ્તાવેજ ગણવામાં આવશે.

રાજ્ય સરકારના આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરી અને અર્ધ-શહેરી વિસ્તારોમાં મિલકતોના ડબલ રેકર્ડના કારણે ઉભા થતા વિવાદોનો કાયમી અંત લાવવાનો છે. અત્યાર સુધી બિનખેતી થયેલી જમીનો માટે ગ્રામ્ય કક્ષાએ 7/12 નો ઉતારો અને સિટી સર્વે કક્ષાએ પ્રોપર્ટીકાર્ડ એમ બંને રેકર્ડ ચાલુ રહેતા હતા. જેના કારણે ક્ષતિઓ અને વિવાદો સર્જાતા હતા. હવે આ પ્રથા બંધ થશે.

મહેસૂલ વિભાગના આદેશ અનુસાર હવેથી બિનખેતી થયેલા તમામ સર્વે નંબરોનું પ્રોપર્ટીકાર્ડ સાથે સો ટકા માપિંગ કરવામાં આવશે. જૂના થઈ ગયેલા કે ક્ષતિવાળા પ્રોપર્ટીકાર્ડને સંપૂર્ણપણે વેરિફાય કરીને જ ગામ નમૂના નં.-7 બંધ કરવાની મંજૂરી આપવામાં આવશે. જેથી કોઈ કાયદાકીય ગૂંચ ઉભી ન થાય. આ પરિપત્રમાં 37 પાનાની લાંબી માર્ગદર્શિકા સાથે તમામ જિલ્લા કલેક્ટર, સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામકોને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે.

જે મુજબ, ગામ નમૂના નં.-7 બંધ કરતા પહેલાં પ્રોપર્ટીકાર્ડમાં નોંધાયેલી વિગતો, ક્ષેત્રફળ અને હકદારોના નામની સચોટ ચકાસણી કરવામાં આવશે. માપિંગ પ્રક્રિયા માટે જે સર્વે નંબરોનું હજુ સુધી પ્રોપર્ટીકાર્ડ બન્યું નથી ત્યાં આ નવીન કાર્ડ બનાવવાની પ્રક્રિયા યુદ્ધના ધોરણે શરૂ કરાશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

જોકોવિચ અને સબાલેંકા વિમ્બલ્ડનના બીજા રાઉન્ડમાં July 01, Wed, 2026