• મંગળવાર, 30 જૂન, 2026

‘જીકાસ’ના ચાર રાઉન્ડના અંતે સૌરાષ્ટ્ર યુનિ.ની કોલેજોમાં 53311 બેઠક ખાલી

11 વિદ્યાશાખામાં કુલ 86822 બેઠક સંલગ્ન કોલેજોમાં છે. જેમાંથી માત્ર 33511 બેઠકો પર છાત્રોએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો

રાજકોટ, તા.29: રાજ્યમાં છેલ્લા ચારેક વર્ષોથી ખાનગી યુનિવર્સિટીઓનો અપાતું વધુ પડતું પ્રોત્સાહન અને સરકારી યુનિવર્સિટી તેમજ સંલગ્ન કોલેજો પર મૂકવામાં આવતા વધુ પડતાં અંકૂશો અને શિક્ષણની ઘટતી ગુણવતાને લીધે તેની સીધી અસર વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા ઉપર પડી છે.

ગુજરાતમાં કોલેજો અને યુનિવર્સીટીમાં પ્રવેશ માટે ‘જીકાસ’ પોર્ટલ નક્કી થયું છે. ત્યારે ‘જીકાસ’ પ્રવેશના ચાર-રાઉન્ડના જે આંકડાઓ આવ્યાં છે તે વધુ પડતાં ચોંકાવનારા છે. સરકારી યુનિવર્સીટીની સંલગ્ન કોલેજોમાં ‘જીકાસ’ દ્વારા પ્રવેશ કાર્યવાહી હાથ ધરાઈ હતી જે માં 4 રાઉન્ડના અંતે 50 ટકા જેટલી બેઠકો ખાલી રહી છે. કુલ 4 લાખ 90 હજાર બેઠકો સામે માત્ર 2 લાખ 14 હજાર વિદ્યાર્થીઓને ગુજરાતમાં પ્રવેશ કન્ફર્મ કરાવ્યો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં 11 વિદ્યાશાખામાં કુલ 86822 બેઠક સંલગ્ન કોલેજોમાં છે. જેમાં ‘જીકાસ’ના ચાર રાઉન્ડના અંતે માત્ર 33511 બેઠકો પર છાત્રોએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો છે જ્યારે 53311 બેઠક ઉપર પ્રવેશ ખાલી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સીટી સંલગ્ન કોલેજોમાં જોઇએ તો બી.એ.ની 23800 બેઠકોમાંથી માત્ર 10963, બી.બી.એ 6610 બેઠકોમાથી 4290, બીકોમમાં 31270 બેઠકોમાં 13082, બીએસસીમાં 11130 બેઠકમાં માત્ર 1125 બેઠકો પર પ્રવેશ કન્ફર્મ થયો છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક