એસઓજીના દરોડાથી પર્દાફાશ : ફૂડ સેફ્ટી વિભાગે નમૂના લઈ તમામ જથ્થાનો નાશ કર્યો
જામનગર,
કાલાવડ : તા.14 : જામનગર જિલ્લામાં રોજીંદા જીવનમાં ઉપયોગમાં લેવાતી ચીજ-વસ્તુઓની બનાવટમાં
ભેળસેળ કરી વેચાણ કરતા ધંધાર્થીઓને શોધી કાઢી તેઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા અંગે
એસ.ઓ.જી.સ્ટાફ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવા ઈસમોને શોધી તેના વિરુદ્ધ
કાયદેસરની કાર્યવાહી કરવા પેટ્રોલિંગમાં હતા.
દરમ્યાન
એસ.ઓ.જી.સ્ટાફના બાતમી હકિકત આધારે, જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના હરિપર મેવાસા
ગામમાં રહેતા દુધના ધંધાર્થી મેરૂભાઈ બધાભાઈ વંશના ઘરે દરોડા પાડતા અહીથી 486 લિટર
શંકાસ્પદ દૂધ, 75 કિલોવનસ્પતિ ઘી તથા 44 કિલો દૂધ બનાવવાનો પાવડર મળી આવ્યો હતો.
આ અંગે
ફુડ સેફટી વિભાગના અધિકારીઓને ટેલિફોનીક જાણ કરી સ્થળ પર બોલાવતા ફુડ સેફટી ઓફિસર (એફ.એસ.ઓ.)
દ્વારા શંકાસ્પદ દુધના જરૂરી સેમ્પલો લેવામાં આવ્યાં હતાં.
ફૂડ
સેફ્ટી ઓફિસર દ્વારા દૂધનો તમામ જથ્થો, વેજીટેબલ ઘી તથા દૂધ બનાવવાનો પાવડર માનવ સ્વાસ્થ્ય
તથા પર્યાવરણને નુકસાન ન થાય તેવી જગ્યાએ નાશ કરવામાં આવ્યો હતો એસ.ઓ.જી. પોલીસ ઈન્સપેક્ટર
વી.જે.રાઠોડ તથા એસ.ઓ.જીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.એમ.ઝેર તથા એ.વી.ખેર તથા એસ.ઓ.જી.
સ્ટાફ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.