• સોમવાર, 16 નવેમ્બર, 2026

ટ્રમ્પ, ઝિનપિંગ અને પુતિન કરશે ત્રિપક્ષીય બેઠક

વ્હાઈટ હાઉસ તરફથી બેઠકની પુષ્ટિ ઃ પરમાણુ હથિયાર સહિતના મુદ્દે થશે ચર્ચા

વોશિંગ્ટન, તા. 15 ઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી અઠવાડીયે પોતાની ચીનની યાત્રાના અંતમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરશે. વ્હાઈટ હાઉસના પ્રવક્તા તરફથી આ જાણકારી જાહેર કરવામાં આવી હતી. પ્રવક્તા અનુસાર મુલાકાત દરમિયાન ટ્રમ્પ પરમાણુ હથિયારોમાં કાપ મુદ્દે ચર્ચા કરશે. જો કે એક અમેરિકી અધિકારીએ કહ્યું હતું કે પરમાણુ હથિયાર મુદ્દે કોઈ સમજૂતી થાય તેવી આશા નથી.

ચીન પોતાના શહેર શેનઝેનમાં આગામી સપ્તાહે 33મા  એશિયા પ્રશાંત આર્થિક સહયોગ શિખર સંમેલનની મેજબાની કરશે. આ દરમિયાન ચીન, અમેરિકા અને રશિયાના રાષ્ટ્રપતિ એક ઐતિહાસિક ત્રિપક્ષીય બેઠક કરશે. એપીઈસીના આર્થિક નેતાઓની બેઠક 18 અને 19 નવેમ્બરના થશે. આ બેઠકમાં વૈશ્વિક સંઘર્ષ, એઆઈ અને પ્રમુખ શક્તિઓના પરમાણુ હથિયારમાં કાપ સહિત ઘણા વૈશ્વિક મુદ્દે ચર્ચા થવાની આશા છે.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે કહ્યું હતું કે ત્રિપક્ષીય બેઠક માટે ચીન, અમેરિકા અને રશિયા વચ્ચે વાતચીત થઈ રહી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વાર્ષિક એપીઈસી સંમેલન દરમિયાન ચીની રાષ્ટ્રપતિ ઝિનપિંગ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે એક ત્રિપક્ષીય શિઅર સંમેલન કરશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક