બરફવર્ષાથી પહેલાં કાશ્મીરમાં આતંકી ઘુસાડવાનો નાપાક કારસો
ઈસ્લામાબાદ,
તા. 14 : શિયાળામાં બરફવર્ષાનો દોર જામવા પહેલાં પાકિસ્તાન કાશ્મીરમાં આતંકવાદીઓની
ઘૂસણખોરી કરાવવાની તૈયારી કરી રહ્યું છે. જેના માટે પાક કબજાગ્રસ્ત કાશ્મીર (પીઓકે)માં
80 જેટલાં લોંચપેડ ઊભાં કરાયા છે.આ લોંચપેડમાંથી 60 કરતાં વધુ તો જમ્મુ ક્ષેત્રમાં
નિયંત્રણ રેખાની સામે છે. આ ઠેકાણાઓ પર થર્મલ સેન્સર અને એન્ટીડ્રોન સિસ્ટમ લગાવાઈ
છે.
પાક
સેના પ્રમુખ આસિમ મુનીરના ઈશારા પર ગુપ્તચર એજન્સી આઈએસઆઈ આ બધા લોંચપેડ્સનું સંચાલન
કરી રહી છે.
લશ્કર-એ-તોયબા
અને જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓને ત્યાં રખાયા છે, જે ભારતીય સીમામાં ઘૂસણખોરીનો મોકો
મળવાની રાહ જોઈ બેઠા છે.
ઓપરેશન
સિંદૂરમાં ભારતીય સેનાની કાર્યવાહીમાં પાકિસ્તાનના અનેક મોટાં આતંકી ઠેકાણાં તબાહ થઈ
ગયા હતા.
ત્યારબાદ,
પાકે રણનીતિ બદલી નાખતાં મોટાં ઠેકાણાઓના સ્થાને નાનાં લોંચપેડ ઊભા કરવા માંડયા છે.
દરેક
લોંચપેડ પર ઓછી સંખ્યામાં આતંકી રખાયા છે, જેથી ભારતીય સેના કોઈ એક પેડ પર નિશાન સાધે
તો સમગ્ર નેટવર્કને મોટું નુકસાન ન થાય.
ખાલિસ્તાનની
આગ ભડકાવવાની તૈયારીમાં પાકિસ્તાન
નવી
દિલ્હી, તા. 14 : પાકિસ્તાને ભારત સામે શિખ પ્રવાસીઓ અને કાશ્મીર સંબંધિત સમૂહોને એકજૂથ
કરવા માટે એક વર્ષની યોજના તૈયાર કરી છે. વિદેશમાં રહેલા પોતાના સંપર્કોના માધ્યમથી
પાકિસ્તાનની આ કવાયત ઉપર ભારતીય એજન્સીઓ દ્વારા નજર રાખવામાં આવી રહી છે. ઈસ્લામાબાદ
ભારત વિરૂદ્ધ પોતાના દુષ્પ્રચારને મોટા સ્તરે લઈ જવા માગે છે. આ માટે વિદેશમાં સક્રિય
પોતાના લોકો ઉપર ભારે રોકાણની શરૂઆત કરી છે.
આગામી એક વર્ષમાં પાકિસ્તાનનું લક્ષ્ય અમેરિકા, કેનેડા અને બ્રિટનમાં રહેતા
શિખ લોકોને પાકિસ્તાન બોલાવવા ઉપર રહેશે.