ક્ષ વડોદરામાં ડિજીટલ એરેસ્ટનો કૌભાંડી બ્રિજેશ પટેલને દબોચી લેવાયો, 4 ગુનામાં સંડોવણી
રાજકોટ,
તા.
15: વડોદરામાં
પોલીસ
ઇન્સ્પેક્ટર
બની
ડિજિટલ
અરેસ્ટના
નામે
2.40
કરોડ
ઠગનાર
અને
4 ગુનામાં
વોન્ટેડ
આરોપી
બ્રિજેશ
પટેલ
ક્રાઈમ
બ્રાન્ચના
હાથે
ઝડપાયો
છે.
સાયબર
ક્રાઈમ
અને
ડિજિટલ
ફ્રોડના
વધી
રહેલા
ગુનાઓ
વચ્ચે
વડોદરા
પોલીસ
દ્વારા
એક
મોટી
સફળતા
હાંસલ
કરવામાં
આવી
છે.
શહેરમાં
અસલી
પોલીસ
ઇન્સ્પેક્ટર
બનીને
નાગરિકોને
વીડિયો
કોલ
દ્વારા
ડરાવી-ધમકાવીને
’ડિજિટલ
અરેસ્ટ’ના
નામે
કરોડો
રૂપિયાની
છેતરાપિંડી
આચરનાર
કુખ્યાત
આરોપી
બ્રિજેશ
પટેલને
વડોદરા
ક્રાઈમ
બ્રાન્ચની
ટીમે
ઝડપી
પાડ્યો
છે.
આરોપી
લાંબા
સમયથી
પોલીસ
પકડથી
નાસતો
ફરતો
હતો.
પ્રાપ્ત
વિગતો
અનુસાર,
આરોપી
બ્રિજેશ
પટેલ
અત્યંત
ચાલાકીપૂર્વક
લોકોને
નિશાન
બનાવતો
હતો.
તે
ઓનલાઈન
માધ્યમથી
ભોગ
બનનારાઓને
વીડિયો
કોલ
કરીને
પોતાને
પોલીસ
ઇન્સ્પેક્ટર
તરીકે
ઓળખાવતો
હતો
અને
કાયદાકીય
કાર્યવાહીની
ખોટી
બીક
બતાવીને
’ડિજિટલ
અરેસ્ટ’
કરતો
હતો.
આ
ભયના
વાતાવરણનો
લાભ
લઈને
નિર્દોષ
નાગરિકો
સાથે
છેતરપિંડી
કરતો
હતો.
તે
આવા
ચાર
જેટલા
ગંભીર
ગુનાઓમાં
વોન્ટેડ
હતો.
પોલીસે
બાતમીના
આધારે
તેને
વાસદ
ટોલનાકા
પાસેથી
તેને
દબોચી
લીધો
હતો.
આરોપી
બ્રિજેશ
પટેલ
દ્વારા
અત્યાર
સુધીમાં
અલગ-અલગ
નાગરિકો
સાથે
મળીને
કુલ
રૂપિયા
રૂ.
2.40
ઈજ્ઞિયિત
ની
માતબર
રકમની
છેતરાપિંડી
આચરવામાં
આવી
હોવાનું
તપાસમાં
બહાર
આવ્યું
છે.
વડોદરા
ક્રાઈમ
બ્રાન્ચ
દ્વારા
આ
કુખ્યાત
શખ્સની
અટકાયત
કર્યા
બાદ
તેને
આગળની
કાનૂની
કાર્યવાહી
અને
સઘન
પૂછપરછ
માટે
અકોટા
પોલીસ
સ્ટેશનને
સોંપવામાં
આવ્યો
છે.
આ
રેકેટમાં
તેની
સાથે
અન્ય
કયા-કયા
શખ્સો
સંડોવાયેલા
છે
તે
અંગે
પોલીસે
વધુ
તપાસ
શરૂ
કરી
છે.