બે
આરોપીઓની શોધખોળ કરતી મરીન પોલીસ
તળાજા,
તા.11 : અલંગના દરિયાઈ વિસ્તારમાં પડેલા ડેડ વેસલમાંથી ચોરીને અંજામ આપતા એક વ્યક્તિને
શંકાસ્પદ જથ્થા સાથે મરીન પોલીસ ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત
વિગતો પ્રમાણે અલંગશીપ યાર્ડમાં દિવાળી સમયથી એક જહાજ બંધ હાલતમાં સરતાનપર નજીક પડયું
હતું. જેને સ્થાનિક ચાંચિયાઓએ નિશાન બનાવ્યું હતું. આ જહાજમાંથી ચોરી થતો હોવાનો એક
વીડિયો પણ વાયરલ દરિયાઈ સુરક્ષા એજન્સીને મોકલવામાં આવ્યો હતો. આ ચોરીનો ભેદ પોલીસ
ઉકેલી લીધો છે. સરતાનપરના ડાંડા વિસ્તારમાં ભરત રાણા બારૈયા પાસેથી અલગ-અલગ ધાતુની
વસ્તુઓ જેનો વજન 228.500 કિ.ગ્રા. જેની અંદાજે કિંમત રૂ.1.37 લાખ શંકાના આધારે પોલીસ
કબજે કરી હતી.
પૂછપરછ
દરમિયાન ભરતે રાજૂ ઉર્ફે પડકુ વિક્રમ ચૌહાણ અને અજય ઉર્ફે ડેંડું ચૌહાણ (રહે બન્ને.
સરતાનપર) હોડી મારફતે શિપમાંથી લાવેલાની કબૂલાત આપી હતી. જેને લઈને પોલીસ બન્ને આરોપીઓને
ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.