જામનગર,
તા.11: જામનગરમાં સિટી-એ ડિવીઝનમાં છ દિવસ પહેલા સામુહિક દુષ્કર્મની ઘટના બની હતી.
આ ગેંગરેપ કેસના આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા. ત્યારબાદ આજરોજ સામૂહિક દૂષ્કર્મના
આરોપી હુશેન ઉર્ફે વાઘેર ગુલમહંમદ ઈસ્માઈલ શેખ (ઉ.40)ની ઘરેથી વીજચોરી પકડાઈ હતી.
તંત્રને
જાણવા મળ્યું તું કે, આરોપીઓના કબ્જાના ભોગવટાવાળા અલગ-અલગ મકાનોમાં પીજીવીસીએલનું
મીટર લગાવેલ નહોતુ અને પીજીવીસીએલના થાંભલામાંથી ડાયરેક્ટ કનેક્શન મેળવેલું હતું. જે
બાબતે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ અને ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન મુજબ
સિટી-એ ડિવીઝન તથા સર્વેલન્સની ટીમ તથા પીજીવીસીએલના અધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા
આરોપીના ઘાંચીની ખડકીએ આવેલા બે મકાનોમાં તેમજ સિલ્વર પાર્ક સોસાયટી ખાતે આવેલ એક મકાન
તેમજ પંચેશ્વર ટાવર પાસે આવેલા એક મકાનમાં ચેર કરતા તમામ મકાનોમાં પીજીવીસીએલનું મીટર
લગાવેલ ન હોય અને થાંભલામાંથી ડાયરેક્ટ કનેક્શન મેળવ્યું હોવાનું સામે આવતા પીજીવીસીએલ
કંપનીના અધિકારીઓએ કાયદેસરની કાર્યવાહી કરી તમામ ઘરના વીજ જોડાણને કાપી નાખવામાં આવેલ
છે અને રૂ.પ0 લાખનો દંડ ફટકારી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ
ધરાઈ
છે.