• ગુરુવાર, 14 નવેમ્બર, 2024

પોરબંદરની ક્રેડિટ સોસાયટીમાં અનેક લોકોની મરણમૂડી ફસાઈ, તપાસ શરૂ

રૂ.10 કરોડનું ફૂલેકું : ક્રેડિટ સોસાયટીનાં કાર્યાલયને એક મહિનાથી તાળાં લાગ્યાં હતાં: જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા નવી

કમિટી બનાવી ઓડિટની કાર્યવાહી

પોરબંદર, તા.11 : પોરબંદરના વાડી પ્લોટ ખાતે આવેલ જલારામ ક્રેડિટ કો. ઓપ. સોસાયટીનો સંચાલક દસ કરોડથી વધુ રૂપિયાનું ફૂલેકું ફેરવી નાશી છૂટતા નાના ધંધાર્થીઓની લઈને વેપારીઓ અને નોકરિયાત વર્ગ ચિંતામાં મુકાયો છે. જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા નવી કમિટીની નિમણૂક કરી ઓડિટની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોરબંદરના વાડી પ્લોટ વિસ્તારમાં છેલ્લા 1ર વર્ષથી કાર્યરત જલારામ ક્રેડિટ કો.ઓપ. સોસાયટીમાં અનેક લોકોએ વિશ્વાસ કરી અને મોટી રકમ બચત માટે ભરી હતી. અનેક લોકો માસિક બચત માટે પણ રકમ ભરતા હતા. અનેક લોકોએ પોતાની મરણમૂડી ફિક્સ ડિપોઝિટ રૂપે આ સોસાયટીમાં રાખી હતી પરંતુ છેલ્લા ઘણા સમયથી આ સોસાયટીનું સંચાલન કરતો સંજય દાવડા અહીં આવતો ન હતો અને હાલ લગભગ એકાદ માસથી આ સોસાયટીની ઓફિસ બંધ હાલતમાં છે. જેથી અહીં બચત કરનાર વર્ગ ચિંતામાં મુકાયો છે. એક દાયકામાં સંચાલકે હજારો લોકોનો વિશ્વાસ જીતી લઈ કરોડોનું રોકાણ

કરાવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

પુરાવા સાથે સોસાયટીની ઓફિસ ખાતે રજૂઆત કરો

આ અંગે જિલ્લા રજિસ્ટ્રાર પટેલને પૂછતા તેઓએ એવું જણાવ્યું હતું કે, સોસાયટીના સભ્યોને નવી કમિટી નીમવા આદેશ આપ્યો છે. જેથી નવી કમિટીની રચના થઈ છે. કમિટી દ્વારા કોની કેટલી રકમ છે તે અંગે ઓડિટ કરી રિપોર્ટ સોંપવામાં આવશે. આથી જેની કોઈપણ રકમ ફસાઈ હોય તે સોસાયટીની ઓફિસ ખાતે પુરાવાની ઝેરોક્ષ સાથે જઈ જાણ કરે તેવો પણ તેઓએ અનુરોધ કર્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક