જામકા
ચોકડીએ જમીને પરત ફરી રહેલા મિત્રોને નડયો અકસ્માત : બે ઘાયલ
જૂનાગઢ,
તા.19: વિસાવદર તાલુકાના બરડિયા નજીક ગત રાત્રે ત્રિપલ સવારી બાઇક, ટ્રેક્ટરની બંધ
ટ્રોલીમાં ધડાકાભેર અથડાતા બાઇક ચાલકને માથામાં ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે મૃત્યુ
થયું હતું અને અન્ય બાઇક સવારને ઈજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે.
આ અંગેની
વિગત પ્રમાણે બરડિયા ગામના રોનક રમેશભાઈ નાકરાણી, તેના મિત્રો યશ ભીખુભાઈ તળાવિયા અને
શ્યામ રમેશભાઈ સાવલિયા બાઇકમાં ગતરાત્રે જામકા ચોકડી ખાતે જમવા ગયા હતા. જમીને ગતરાત્રે
બરડિયા જઈ રહ્યા હતા. બાઇક યશ તળાવિયા ચલાવતો હતો. દરમિયાન લિલિયા ચોકડીથી બરડિયા ગામ
નજીક પહોંચતા રસ્તામાં ટ્રેક્ટરની ટ્રોલી પડેલી હતી. તે અંધારામાં નજરે ન પડતા, ત્રિપલ
સવાર બાઇક ધડાકાભેર ટ્રોલીમાં અથડાતા, ત્રણેય ફેંકાયા હતા. તેમાં બાઇક ચાલક યશને માથામાં
ગંભીર ઈજા પહોંચી હતી. ત્રણેયને હોસ્પિટલમાં ખસેડાતા ફરજ ઉપરના ડોક્ટરે યશ તળાવિયાને
મૃત જાહેર કર્યો હતો.