ખંભાળિયા,
તા.19 : સલાયામાં આવેલા રામમંદિરના પૂજારીનો મૃતદેહ ખંભાળિયાની તેલી નદીમાંથી મળી આવતા
પોલીસે તપાસ હાથ ધરી છે. અશોકકુમાર મહેતા ઘણાં વર્ષોથી ચલાવાતા રામંદિરમાં પૂજા કરતા
હતા. દરમિયાન તેઓ છેલ્લા ચારેક દિવસની ગુમ હતા. જેથી પરિવારજનો દ્વારા તેમની શોધખોળ
હાથ ધરાઈ હતી. ત્યારબાદ ખંભાળિયાની તેલી નદીમાંથી કોહવાયેલી હાલતમાં તેમનો મૃતદેહ મળી
આવ્યો હતો. જેથી પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી
છે.