-માઇક્રો
ફાયનાન્સ કંપનીની ઓફિસમાં કલેક્શનના રૂ. 7 લાખની ઉઠાંતરી કરવા ષડયંત્ર રચ્યું
મોરબી,
તા.20: શહેરમાં આવેલ માઈક્રો ફાયનાન્સ કંપનીની ઓફીસના શટરના તાળા ખોલી અજાણ્યા ઇસમે
ઓફિસમાં રહેલી તિજોરીમાંથી 7 લાખથી વધુની રોકડ રકમ ચોરી કરી ગયાની પોલીસ ફરિયાદ નોધાયા
બાદ એલસીબી ટીમે તપાસ દરમિયાન ચાર ઇસમોને રોકડ સહિતના મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની
કાર્યવાહી હાથ ધરી છે.
નાની
વાવડીના રહેવાસી જીતેન્દ્રાસિંહ રાજેન્દ્રાસિંહ જાડેજા (ઉ.વ.36) વાળાએ અજાણ્યા ઇસમ
વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું
કે તેઓ સત્યમ પાન વાળી શેરીમાં આવેલ લાઈટ માઈક્રો ફાયનાન્સ પ્રા. લી. કંપનીમાં
બ્રાંચ મેનેજર તરીકે ફરજ બજાવે છે. ઓફિસની તમામ ચાવીઓ જીતેન્દ્રાસિંહ પાસે હોય છે ગત
તા. 15-11 ના રોજ સવારના ઓફિસે આવ્યા ત્યારે ઓફીસ નીચે સ્ટાફ આવી ગયો હતો અને શટર ખોલતા
બધા બ્રાન્ચમાં ગયા હતા જ્યાં સાંજે બધાએ કલેક્શન કરીને પરત આવ્યા બાદ જય સોલંકી પાસે
કલેક્શનના રૂપિયા જમા કરાવ્યા હતા ફરિયાદી અને બ્રાંચ ઓફિસર જયભાઈ સોલંકીએ આગલા દિવસના
તેમજ તા. 15 ના કલેક્શન થયેલ રૂપિયા મળીને રોકડ રૂ 7,01,500 ગણતરી કરીને ઓફિસની તિજોરીમાં
મુક્યા હતા ત્યાર બાદ ઓફિસમાંથી તે રકમની ચોરી થઇ છે.
જે
ચોરીની તપાસમાં મોરબી એ ડીવીઝન પોલીસ અને એલસીબી ટીમ ચલાવી રહી હોય દરમિયાન એલસીબી
ટીમ સીસીટીવી ચેક કરતા એક મોટર સાઈકલ ડબલ સવારી
શંકાસ્પદ લાગતા નવલખી રોડ પર રેલ્વે રેલ્વે સ્ટેશન પાસે તે બાઇક નીકળતા ચેક કર્યા હતા
તેમની પાસેથી રોકડ રૂપિયા, મોબાઈલ અને -5 ચાવી મળી આવતા વધુ પુછપરછ તેઓએ ચોરી કરી હોવાની
કબુલાત આપી હતી તેમજ અન્ય બે ઇસમો પણ ત્યાં જ ઉભા હોવાની કબુલાત આપતા ચારેય ઇસમ મયુરભાઈ
ઈશ્વરભાઈ કોટવાલ અને વરૂણભાઈ મનસુખભાઈ ડોડીયા (રહે-દરબાર ગઢ નાગનાથ શેરી મોરબી ) અને
જયભાઈ ઉર્ફે શની પ્રવીણભાઈ સોલંકી (રહે મહેન્દ્રનગર) તો અભિષેકભાઈ કિશોરભાઈ દેવમુરારીને
રોકડ રકમ રૂ.7,01,500, મોબાઈલ ફોન સહિત એમ
કુલ મુદામાલ કીમત રૂ.8,01,500 સાથે પકડયા હતા.
ડુપ્લીકેટ
ચાવી બનાવી ચોરીને અંજામ આપ્યો
આરોપી જય સોલંકી અને અભિષેક દેવમુરારી બંને લાઈટ
માઈક્રો ફાઈનાન્સ પેઢીમાં નોકરી કરતા હતા અને ઓફિસમાં રાખવામાં આવતી રોકડ રકમની માહિતી
તથા ડુપ્લીકેટ ચાવીઓ બનાવી આરોપી મયુર કોટવાલ અને વરુણ ડોડીયા એ મોડી રાત્રીના ઓફીસના
તાળા તોડી ચોરીને અંજામ આપ્યો હતો.