-દિવાળીના
તહેવારમાં માતા-પુત્ર દાગીના કાઢવા જતાં જાણ થઈ
જૂનાગઢ,
તા.ર0 : જૂનાગઢમાં રહેતા યુવાને બેન્કના લોકરમાં રાખેલ રૂ.14 લાખની કિંમતના સોનાના
દાગીનાની લોકરમાંથી ચોરી થઈ ગયાની ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો હતો. બેન્કના લોકરમાંથી
ચોરીના મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યે હતો.
આ અંગેની
વિગત એવી છે કે, જૂનાગઢમાં રહેતા હિમાંશુ ભૂપતભાઈ ત્રિવેદી નામનો યુવાન અને તેની માતા
અન્નપૂર્ણાબેન એમ.જી.રોડ પર આવેલી બેક ઓફ બરોડામં તા.31/1/ર4ના માતા-પુત્રનાં નામે
બેન્ક લોકર ખોલાવેલ હતું અને તેમાં રૂ.13.94 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના રાખ્યા
હતા.
દરમિયાન
દિવાળીના તહેવારમાં માતા-પુત્ર તેનું લોકર ઓપરેટ કરવા ગયા હતા ત્યારે લોકરમાં રાખેલા રૂ.14 લાખના દાગીના ગુમ હોવાનું
જણાતા બેન્ક મેનેજર સહિતનાને જાણ કરતા મેનેજર અને કર્મચારીઓ પણ ચોંકી ઉઠયા હતા તેમજ
લોકર રજિસ્ટરમાં પણ લોકરધારકની સહી મળતી નહોતી તેમજ કોમ્પ્યુટરમાં પણ ઓપરેટરની ડિજિટલ
નોંધ મળી નહોતી. આ અંગે હિમાંશુ ત્રિવેદીએ પોલીસને લેખિત ફરિયાદ કરી હતી. આ મામલે બેન્ક
સત્તાવાળાઓએ પોલીસને રેકર્ડ તપાસવા દેવાનો ઈનકાર કર્યે હતો.
આ મામલે
પોલીસે હિંમાશુ ત્રિવેદીની ફરિયાદ પરથી અજાણ્યા શખસો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી
હતી. બેન્કમાં રહેલું લોકર કેવી રીતે ખૂલ્યું હતું અને રૂ.14 લાખના દાગીનાની ચોરી કોણ
કરી ગયું તે સહિતના મામલે અનેક તર્કવિતર્કો થઈ રહ્યા છે. આ ચોરીના બનાવમાં બેન્ક સ્ટાફ
સામે પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.