-વેપારીનું
અપહરણ કરી રૂ.20 લાખની ખંડણી વસૂલી’તી
પોરબંદર,
તા.ર0 : પોરબંદરમાં રહેતા સોની વેપારીને રાજસ્થાનના જયપુરમાં સસ્તામાં સોનું અપાવી
દેવાના બહાને અપહરણ કરી રૂ.ર0 લાખની ખંડણી વસૂલવા સહિતના ગુનામાં સંડોવાયેલા મૂળ ભાવનગરના
અને હાલમાં નેપાળમાં રહેતા સૂત્રધાર અને સાગરીત વિરૂદ્ધ પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો
નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગેની
વિગત એવી છે કે, પોરબંદરમાં રહેતા સોની વેપારીને સસ્તામાં સોનું અપાવવાના બહાને અપહરણ
કરી રૂ.ર0 લાખની ખંડણી વસૂલવાના ગુનામાં પોલીસે નેપાળના ભરતકુમાર ઉર્ફે ગુરુ ઉર્ફે
ભાનુપ્રતાપસિંહ ઉર્ફે બીરમાનંદ ઉર્ફે ભાર્ગવ જાની ઉફે ભાર્ગવ જેન મનજી ધનજી લાઠિયા,
ગઢડાના રામજી ઉર્ફે જાડો જીણા કટારિયા, મહીરાના પ્રતાપ અરસી ઓડેદરા, મહીરાના પોપટ અરસી
ઓડેદરા, જેતપુરના નરેન્દ્રગીરી ઉર્ફે નરેશગીરી મહેશગીરી ગૌસ્વામી, ગઢડાના અશોક ઉર્ફે
લાલી ઉર્ફે લાલો ઉર્ફે દરબાર બકા શિવા કાલિયા, શિવરાજપુરના કમલેશ ઉર્ફે ભાણો ઓધવજી
રાઘવ જાપડિયાને ઝડપી લીધા હતા.
પોલીસે
આ ગેંગ પાસેથી રૂ.10 લાખની રોકડ, કાર, મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યે હતો અને
સૂત્રધાર નેપાળના ભરત મનજી લાઠિયા સહિતની ટોળકી દ્વારા અનેક લોકોને જાદુઈ ચશ્મા, હનીટ્રેપમાં
ફસાવી એક ડઝનથી વધુ ગુના આચર્યાનું ખુલ્યું હતું અને પોરબંદર સહિત દેશભરમાં ગુના આચર્યા
હતા. પોલીસે સૂત્રધાર ભરત મનજી લાઠિયા અને ગઢડાના રમાજી ઉર્ફે જાડો જીણા કટારિયા વિરુદ્ધ
ગુજસીટોક હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.