અમરેલી, તા.30 : અમરેલી નગરપાલીકા
વોડ નં.11ના સભ્ય અને દબાણ હટાવ સમિતિના ચેરમેન સન્ની વિનુભાઈ ડાબસરા કાર લઈને ઈશ્વરીયા ગામ પાસેથી પસાર
થતા હતા. ત્યારે ડમ્પર-કાર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો અને ભાજપ આગેવાન સન્ની
ડાબસરાનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજયું હતું. આ બનાવ અંગેની જાણ થતા મૃતક સન્નીના
પરિવારજનો અને સમાજના આગેવાનો તેમજ ભાજપ આગેવાનો અને પોલી સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહ
પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડયો હતો.
આ અકસ્માતમાં બાદ ડમ્પરે બાઈકસવારને
પણ અડફેટે લેતા ઈજા થવાથી હોસ્પિટલમાં ખસેડાયો હતો. કારનો બુકડો બોલી ગયો હતો અને ડમ્પર
રોડ સાઈડમાં આડુ પડી ગયું હતું અને ચાલક ફરાર થઈ ગયો હતો. મૃતક સન્નીના પિતા વિનુભાઈ
એડવોકેટ છે અને કોળી સમાજના આગેવાન છે. પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધવાની તજવીજ
હાથ ધરી હતી.