• રવિવાર, 05 જાન્યુઆરી, 2025

જામનગરના બાઈકના શોરૂમમાંથી થયેલી 2.37 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો

બે ઈસમની મુંબઈથી ધરપકડ : ત્રણનાં નામ ખૂલ્યાં

જામનગર, તા.1 : જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા અવધ નામના બાઇકના શોરૂમમાં ગત તા.18ના દિને ચોરી થઈ હતી. તે શોરૂમના પાછળના ભાગમાંથી ઘૂસી ગયેલા બે તસ્કરે અંદર પડેલા કાઉન્ટરમાં રાખવામાં આવેલી રૂ.2,37,440ની રોકડ ઉઠાવી લીધી હતી.

આ બનાવમાં મુંબઈના અંધેરી વેસ્ટમાં અંબોલી નાકા પાસે સરદાર ચાલમાં રહેતા યતિન પ્રવીણભાઈ સીંદરોજા તથા મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના પીથુસરાઈ ગામના સુનિલ શિવ પરિયાર નામના બે ઈસમને મુંબઈમાંથી પકડયા છે. સીસીટીવી ફૂટેજમાં બન્ને ઈસમના સગડ પ્રાપ્ત થયા હતા. ઈસમોના કબજામાંથી બે મોબાઇલ રૂા.13,500 રોકડા કબજે કરી પૂછપરછ કરાતા તેમણે પોતાના સાગરીત મૂળ નેપાળના માનસંગ જિલ્લાના કોલીકોટ ગામના વતની અને હાલમાં પુનામાં રહેતા ઉમેશ ઉર્ફે બિરેન્દ્ર માનબહાદુર માઝી અને સુરતના મોટા વરાછામાં નંદઘર પાસે રહેતા જનક મનીરામ સોની ઉર્ફે ડીકે તથા કમલ ખત્રી નામના મુંબઈના શખસનાં નામ આપ્યાં છે. ઝડપાયેલા આરોપી પૈકીના યતીન પ્રવીણભાઈ સામે મુંબઈમાં જુદા જુદા 16 ગુના નોંધાયેલા છે અને ઉમેશ માઝી સામે પણ બે પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે. ઉમેશ, ડીકે ઉર્ફે જનક તથા કમલની શોધ શરૂ કરાઈ છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક