• રવિવાર, 05 જાન્યુઆરી, 2025

બુમરાહ 2024ની ઓસ્ટ્રેલિયન ઈલેવનનો કેપ્ટન

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પણ બુમરાહના પ્રદર્શનની પ્રમુખતાથી નોંધ લીધી : પેટ કમિંસને ટીમમાં જગ્યા ન મળી

નવી દિલ્હી, તા. 1 : જસપ્રીત બુમરાહના 2024ના પ્રદર્શનની અસર એવી રહી છે કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પણ પોતાની બેસ્ટ ટેસ્ટ ઈલેવનમાં બુમરાહને પ્રમુખતાથી જગ્યા આપી છે અને કેપ્ટનશીપ પણ સોંપી છે. આ ઈલેવનમાં ઓસ્ટ્રેલિયાએ પોતાના ટેસ્ટ કેપ્ટન પેટ કમિંસને જગ્યા આપી નથી. ટીમમાં ઓપનર તરીકે ભારતીય યુવા યશસ્વી જયસ્વાલને રાખવામાં આવ્યો છે. બુમરાહે 13 ટેસ્ટ મેચમાં 14.92ની સરેરાશ અને 30.16ની સ્ટ્રાઈક રેટથી 71 વિકેટ લઈને 2024નો બેસ્ટ બોલર રહ્યો છે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ બુમરાહ અંગે કહ્યું છે કે કોઈ કેલેન્ડર વર્ષમાં કોઈ બોલર દ્વારા અત્યારસુધીના શ્રેષ્ઠ પ્રદર્શનમાંથી એક ડેલ સ્ટેને 2008મા 74 વિકેટ લીધી હતી ત્યારબાદ કોઈપણ બોલર આટલી શાનદાર બોલિંગ કરી શક્યો નથી. આ ઉપરાંત ઈમરાન ખાનના 1982ની 13.29થી વધારે સરેરાશથી કોઈ વિકેટ લઈ શક્યું નથી.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કહ્યું છે કે અત્યારસુધીના સર્વશ્રેષ્ઠ પ્રવાસમાંથી એકમાં ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોને બુમરાહે ખુબ પરેશાન કર્યા છે. જ્યારે સ્વદેશમીં પ્રતિકુળ વિકેટ ઉપર ઈંગ્લેન્ડ સામે ચાર ટેસ્ટમાં 19 વિકેટ પણ લીધી હતી. જ્યારે અન્ય બોલરો ધોવાયા હતા.

 

ઇ-પેપરના નવા શુલ્ક