• રવિવાર, 05 જાન્યુઆરી, 2025

કશ્યપના નામથી પડયું કાશ્મીરનું નામ : અમિત શાહ

- કાશ્મીર ઉપર એક પુસ્તકના વિમોચન સમયે કહ્યું, કલમ 370 ભારતને એક થતા રોકનારી જોગવાઈ હતી

 

નવી દિલ્હી, તા. 2 : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ‘જે એન્ડ કે એન્ડ લદ્દાખ થ્રુ ધ એજીસ’ પુસ્તકના વિમોચનના અવસરે કહ્યું હતું કે કાશ્મીરનું નામ કશ્યપના નામ ઉપરથી પડયું હોય શકે છે. તેમણે કહ્યું હતું કે શંકરાચાર્યનો ઉલ્લેખ, સિલ્ક રૂટ, હેમિષ મઠથી સાબિત થાય છે કે કાશ્મીરમાં જ ભારતની સંસ્કૃતિનો પાયો નખાયો હતો. સૂફી, બૌધ અને શૈલ મઠ તમામે કાશ્મીરમાં ખુબ સારી રીતે વિકાસ કર્યો હતો.

ગૃહ મંત્રી શાહે કહ્યું હતું કે, કાશ્મીરી, ડોગરી, બાલટી અને ઝંસ્કારી ભાષાને શાસનની સ્વીકૃતિ અપાઈ છે. આ માટે તેઓ પીએમ મોદીનો આભાર માને છે. પીએમનો આગ્રહ હતો કે કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા બાદ પણ કાશ્મીરની નાનામાં નામી સ્થાનિક ભાષાને જીવિત રાખવી છે. આ બાબત બતાવે છે કે પીએમ કાશ્મીર અંગે કેટલું વિચારે છે. વધુમાં ઉમેર્યું હતું કે, ધારા 370 અને 35એ દેશને એક થવાથી રોકતી જોગવાઈ હતી. સંવિધાન સભામાં આ ધારાઓને લઈને બહુમત નહોતો. આ માટે તેને અસ્થાયી રીતે તે સમયે બનાવવામાં આવી હતી. જો કે આઝાદી બાદ આ કલંકિત અધ્યાયને મોદી સરકારે હટાવ્યો છે અને વિકાસનો રસ્તો ખોલવામાં આવ્યો છે.

અમિત શાહે કહ્યું હતું કે કાશ્મીરના ઈતિહાસને પુસ્તકના માધ્યમથી સ્થાપિત કરવાની કોશિશ કરવામાં આવી છે. એક સન ઉપર કાશ્મીર ઉપર આ પુસ્કમાં પ્રમાણ સાથે ઈતિહાસ બતાવવામાં આવ્યો છે. ભારત પૂરી દુનિયામાં એકમાત્ર એવો દેશ છે જેની સરહદ સાંસ્કૃતિ પરંપરાના આધારે છે. આ કારણે જ કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી ભારત એક છે. શાહે કહ્યું હતું કે કાશ્મીર ભારતનો હિસ્સો હતો અને રહેશે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક