જૂનાગઢ,
તા.12: જૂનાગઢ તાલુકાના આંબલીયાની સીમમાં ખેતરની ઓરડીમાં ચાલતા જુગારના અડ્ડા ઉપર ક્રાઇમ
બ્રાંચએ દરોડો પાડી રૂ.71 હજાર રોકડ સહિત કુલ રૂ.3 લાખ 51 હજારના મુદ્દામાલ સાથે બે
મહિલાઓ સહિત આઠ શખસોને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢ ક્રાઇમ બ્રાંચને
બાતમી મળેલ કે આંબલીયાનો ઇશા અલારખા સાંધ તથા જૂનાગઢના હિમાંશુ દિનેશ અઢીયાએ ભાગીદારીમાં
આંબલીયા- રૂપાવટીના રસ્તે ભાડેરા ખારા તરફ આંબલીયાના અશ્વિન ભીખા રાબડીયા ખેતરની ઓરડીમાં
જુગારનો અખાડો શરૂ કર્યો છે. પોલીસે આ સ્થળે દરોડો પાડી જુગાર પટ્ટમાંથી રૂ.71030 રોકડા,
8 મોબાઇલો, પાંચ બાઇકો મળી કુલ રૂ.3,51,030 ના મુદ્દામાલ સાથે ગિરીશ ઉર્ફે અશ્વિન ભીખા
રાબડીયા, હિંમાશુ દિનેશ અઢીયા, રામા રાણા શામળા, અમિત નટવર જોષી, સરોજબેન સુરેશ રાવલ,
મુમતાઝબેન રફીક મડમ સહિત આઠ શખસોને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.