ભાવનગર, તા.22: ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાંચે બે ચોરાવ બાઇક સાથે આરોપીને ઝડપી લીધો છે. શહેરના 150 ફૂટ રીંગ રોડ પરથી દિનેશભાઇ અર્જુનદાસ આહુજા (ઉં.વ.28, રહે. સત્યનારાયણ સોસાયટી, ગાયત્રીનગર)ને ઝડપી લઇ તેની પાસેથી બે મોટર સાઇકલ કબજે કરવામાં આવી છે. પોલીસ તપાસમાં આરોપીએ ત્રણ અલગ-અલગ વાહન ચોરીની કબૂલાત કરી છે. આરોપીએ દોઢ-બે વર્ષ પહેલા તરસિયા રોડથી હીરો હોન્ડા પેશન, દોઢ મહિના પહેલા હોન્ડા શાઇન અને વીસથી પચ્ચીસ દિવસ પહેલા એક ગ્લેમર મોટર સાઇકલની ચોરી કરી હતી. પોલીસે તેની પાસેથી કુલ રૂ. 60,000ની કિંમતની બે મોટર સાઇકલ કબજે કરી છે.
આ કેસમાં ગંગાજળિયા અને ભરતનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ત્રણ અલગ-અલગ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.