જેતપુર,
તા.27: જેતપુરના કારખાનેદાર યુવાનને હનીટ્રેપમાં ફસાવી રૂ.50 હજાર પડાવી લીધાની સીટી
પોલીસ સ્ટેશનમાં યુવતી સહિત 5 શખસો સામે ફરિયાદ નોંધાઈ હતી. આ અંગે પોલીસે તપાસ હાથ
ધરી છે.
પ્રાપ્ત
વિગતો મુજબ શેહરના નવાગઢ વિસ્તારમાં રહેતા અને ગઢની રાંગ પાસે સાડીનું કારખાનું ધરાવતા
જીતેન્દ્ર રાદડીયા નામના કારખાનેદારે હનીટ્રેપની ફરિયાદ નોંધાવી હતી. ત્રણેક દિવસ પહેલા
ફરિયાદીને ભાવિન આંબલીયા નામના શખસનો ફોન આવ્યો હતો કે, તુ જેતપુરની તીર્થ હોટેલમાં
રેશમા નામની છોકરીને લઇ ગયો હતો. તે છોકરી તારા વિરુધ બળાત્કારની ફરિયાદ કરવા માંગે
છે. તુ સીસીટીવી કેમેરામાં દેખાય છે. છોકરી કહે છે કે, તે તેની સાથે શારીરિક સબંધ બાંધેલા
છે અને રૂ.50 હજાર તથા એક સોનાનું સાડા સાત તોલાનું બ્રેસલેટ લઇ લીધું છે. બાદમાં ફરીયાદી
ભાવિનને માર્કાટિંગ યાર્ડમાં અંકુર ટ્રેડીંગમાં બોલાવવામાં આવ્યો હતો. જ્યાં ફરીયાદીએ
રૂ.50 હજાર આપ્યા હતા. જયારે સીસીટીવી ફૂટેજ માંગતા તે આપ્યા નહી જેથી ફરીયાદી પાસેથી
બળજબરીથી રૂપિયા કઢાવવાનું ષડ્યંત્ર લાગતા ભાવિન આંબલીયા, તીર્થ હોટેલના માલિક ઉદય
પંડયા, કિશન રાદડીયા, રેશમા ધવલ વેકરીયા, ધવલ વેકરીયા સામે કારખાનેદારે ફરિયાદ નોંધાવી
હતી.