• ગુરુવાર, 19 જૂન, 2025

કોડિનાર પોલીસે 9 માસથી ફરાર આરોપીને ઝડપી જેલ હવાલે કર્યો

કોડિનાર, તા.8:  કોડિનાર બંશિધર ખાતે રહેતો દીપકભાઇ ખીમજીભાઇ ધોકિયા ઉપર 2024માં જામજોધપુર કોર્ટના કેસમાં ખાધા ખોરાકીનાં ચડત રકમ 1,70,000 ભરવાના હોય જેમાં દરેક માસની ચડત રકમનાં 7 દિવસ ની જેલની સજા જે 17 માસની ભરણ પોષણની રકમના 119 દિવસની જેલની સજા ફટકારવામાં આવી હતી. જે 9 માસ લાપતા હતો જેને પીઆઇ એન.આર. પટેલની સૂચના મુજબ તથા પી.એસ.આઇ. એસ.એમ. દેવરેના દર્શન હેઠળ કોડિનાર એ.એસ.આઇ. પ્રફુલ્લભાઇ વાઢેર, અરવિંદભાઇ જાની, ભીખુશા બચુશા તથા અન્ય સ્ટાફ દ્વારા આરોપી દીપકભાઇ ખીમજીભાઇને પકડી જામનગર જેલ હવાલે કરવામાં આવ્યો હતો.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક