લંડન તા.8: અહીંના ઐતિહાસિક લોર્ડસ મેદાન પર ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે તા. 11 જૂનથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનો ફાઇનલ મુકાબલો શરૂ થશે. દ. આફ્રિકા પાસે બે દશક બાદ આઇસીસી ટ્રોફી જીતવાની તક છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયા સતત બીજીવાર ડબ્લ્યૂટીસી ટ્રોફી કબજે કરવા મેદાનમાં ઉતરશે. ડબલ્યૂટીસી 2023-2પ ચક્રમાં દ. આફ્રિકા ટીમે શાનદાર દેખાવ કર્યોં હતો અને 12 મેચમાંથી 8 મેચ જીતી 69.44 ટકા સાથે પોઇન્ટ ટેબલ પર ટોચનું સ્થાન હાંસલ કર્યું હતું. જયારે ઓસ્ટ્રેલિયા 19 ટેસ્ટ મેચમાંથી 12 જીતી બીજા સ્થાન પર રહી ફાઇનલમાં પ્રવેશ કર્યોં હતો.
ડબલ્યૂટીસી
ફાઇનલ દરમિયાન દ. આફ્રિકાના ફાસ્ટ બોલર કાગિસો રબાડા પાસે વિશેષ ઉપલબ્ધિ હાંસલ કરવાની
તક રહેશે. રબાડા જો ફાઇનલમાં 6 વિકેટ લેશે તો ડબલ્યૂટી ઇતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનારા
બોલરોમાં ભારતના જસપ્રિત બુમરાહને પાછળ રાખી દેશે. રબાડાના નામે ડબલ્યૂટીસીમાં 33 મેચમાં
1પ1 વિકેટ છે. જયારે બુમરાહે 3પ ટેસ્ટમાં 1પ6 વિકેટ લીધી છે. આ સૂચિમાં કાંગારૂ સ્પિનર
નાથન લિયોન 210 વિકેટ સાથે ટોચ પર છે. આ પછી અનુક્રમે પેટ કમિન્સ (200), રવિચંદ્રન
અશ્વિન (19પ), મિચેલ સ્ટાર્ક (171), જસપ્રિત બુમરાહ (1પ6) અને કાગિસો રબાડા (1પ1) છે.