નોર્ધમર્પ્ટન તા.8: ઇંગ્લેન્ડ લાયન્સના પૂંછડિયા ખેલાડીઓએ ભારતીય એ ટીમના બોલરોને હંફાવ્યા હતા. આથી બીજા ચાર દિવસીય મેચમાં ઇંગ્લેન્ડ લાયન્સ ટીમના પહેલા દાવમાં 89 ઓવરમાં 327 રન થયા હતા. આથી ઇન્ડિયા એ ટીમને ફકત 21 રનની સરસાઇ મળી હતી. ઇન્ડિયા એ ટીમના કેએલ રાહુલની સદી (116)થી 348 રન થયા હતા. ઇંગ્લેન્ડ લાયન્સના એક સમયે 3 વિકેટે 219 રન હતા. ત્યારે ખલિલ અહમદ ત્રાટકયો હતો અને 4 ઓવરમાં 4 વિકેટ લીધી હતી. આ દરમિયાન તે હેટ્રિક ચૂકયો હતો. બાદમાં પૂંછડિયા ખેલાડીઓએ લાયન્સ ટીમની વાપસી કરાવી હતી.
ઇંગ્લેન્ડ
લાયન્સ તરફથી ઓપનર ટોમ હેઝે પ4 રનની અને એમિલિયો ગેએ 71 રનની સર્વાધિક ઇનિંગ રમી હતી.
આ સિવાય જોર્ડન કોકસે 4પ, ક્રિસ વોકસે 24, ફરહાન અહમદે 26 અને 10મા નંબરના ખેલાડી જોશ
ટંગે અણનમ 36 રન કર્યાં હતા. જયારે 11મો નંબરનો ખેલાડી એડવર્ડ જેક 16 રને આઉટ થયો હતો.