• મંગળવાર, 10 જૂન, 2025

જૂનાગઢની તરુણીને લગ્નની લાલચ આપી અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યુ

જૂનાગઢ, તા.7: જૂનાગઢની માતા-પિતા વિહોણી તરુણીને સગપણ માટે જોવા આવેલા સુરતના શખસે લાઇવ સંપર્ક જાળવી લગ્નની લાલચ આપી, જૂનાગઢમાંથી અપહરણ કરી દુષ્કર્મ ગુજારી સખી વન સ્ટોપના હવાલે કરી હતી. આ સગીરાને તેના દાદી તથા ફઇ જૂનાગઢ લાવી, અપહરણ, દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.

અહીંના આંબેડકરનગર વિસ્તારમાં રહેતા એક પરિવારની માતા-પિતા વિહોણી સગીરાનું તેના ફૂવાએ સારૂં ઠેકાણું હોવાનું જણાવી સગપણ માટે સગીરાની દાદીના કહેવાથી સુરતનો ભાવેશ ઉર્ફે મહેશ બાબુ વાળા જોવા આવ્યો હતો.

પણ આ યુવક સગીરાની દાદીને પસંદ ન પડતા સગપણનો ઇન્કાર કર્યા બાદ યુવકએ સગીરા સાથે ટેલિફોનીક સંપર્ક જાળવી લગ્નની લાલચ આપી.

આ યુવકે જૂનાગઢ આવી સગીરાનું આઝાદ ચોક ખાતેથી અપહરણ કરી ઇંગોરાળા લઇ જઇ, દુષ્કર્મ ગુજાર્યુ હતું પણ યુવકના સંબંધીઓએ કહ્યું કે યુવતીની ઉંમર નાની છે લગ્ન થઇ શકે નહી, તેથી બોટાદ સખી વન સ્ટોપ ખાતે મુકી નાસી ગયો હતો. આ સગીરાને બોટાદથી લાવી તેના દાદીએ જૂનાગઢ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક