જુનાગઢ, તા.7: વંથલી તાલુકાના ધંધુસર તથા માણાવદરનાં નાનડિયામાં ભીમ અગિયારસના જુગારધામ ઉપર દરોડા પાડી સવા બે લાખના મુદ્દામાલ સાથે 14 શખસોને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
ધંધુસર
ગામના રાજેશ ઉર્ફે રાજા ગાંડા દિવરાણીયાની વાડીમાં ચાલતા જુગાર ઉપર વંથલી પોલીસે દરોડો
પાડી રૂ.42580 રોકડા તથા 7 મોબાઈલો, ચાર બાઈકો સહિત કુલ રૂ.1,87,580ના મુદ્દામાલ સાથે
વાડી માલિક ઉપરાંત મિલન રાયધન ચાવડા, કિશોર દેવા જીલડિયા સહિત આઠ શખસોને ઝડપી લઈ વંથલી
પોલીસમાં ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
તેવી
રીતે માણાવદરના નાનડિયાની સીમમાં દિનેશ જમનાદાસ કાસુન્દ્રાની વાડીના શેઢે ચાલતા જુગારના
અડ્ડા ઉપર માણાવદર પોલીસે દરોડો પાડી રોકડા રૂ.12340 તથા 6 મોબાઈલો મળી કુલ રૂ.42340ના
મુદ્દામાલ સાથે વિનોદ જમનાદાસ સવસાણી, અશોક વલ્લભ ચોવટીયા, જીતેન્દ્ર લક્ષ્મીદાસ કાસુંન્દ્રા,
અરવિંદ નાથા સવસાણી સહિત છ શખસોની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.