• મંગળવાર, 10 જૂન, 2025

કોલંબિયામાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને માથામાં ગોળી મારી હત્યાનો પ્રયાસ ચૂંટણી પ્રચાર વખતે સગીરે મિગુએલ ઉરીબેને માથામાં ગોળી મારી : ગંભીર

બોગોટા તા.8 : દક્ષિણ અમેરિકી દેશ કોલંબિયામાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર મિગુએલ ઉરીબેને ચૂંટણી પ્રચાર વખતે માથામાં ગોળી મારવામાં આવી છે. તેમને તુરંત સારવાર માટે લઈ જવાયા અને સર્જરી કરવામાં આવી હતી અને હાલત ગંભીર હોવાનું કહેવાય છે. હુમલાખોર 1પ વર્ષનો સગીર છે જેને સ્થળ પર પકડવામાં આવ્યો હતો.

બનાવ સ્થાનિક સમયાનુસાર શનિવારે સાંજનો છે. ઉરીબે રાજધાની બોગોટામાં જાહેર સ્થળે ચૂંટણી રેલી કરી રહયા હતા ત્યારે તેમના પર 3 ગોળી ચલાવાઈ હતી જેમાંથી એક માથામાં લાગી હતી. કોલંબિયામાં વર્ષ ર0ર6માં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાવાની છે. જેમાં ઉરીબે પ્રબળ દાવેદાર તરીકે ઉભર્યા છે. 39 વર્ષિય ઉરીબે વિપક્ષી સેન્ટ્રો ડેમોક્રેટિક કંઝર્વેટિવ પાર્ટીના સદસ્ય છે. તેમની પાર્ટીએ એક નિવેદનમાં જણાવ્યું કે ઉરીબેને ચૂંટણી રેલીમાં સંબોધન દરમિયાન પાછળથી ગોળી મારવામાં આવી હતી. બોગોટાના મેયર કાર્લોસ ગલાન અનુસાર હુમલો શહેરના ફોંતિબોન વિસ્તારમાં થયો હતો. હુમલાના વીડિયો ફૂટેજ સામે આવ્યા છે. જેમાં ઉરીબેને માથામાં ગોળી વાગતાં દેખાય છે. હુમલા બાદ એક સમર્થકે તેમના માથા ઉપર હાથ દબાવી રાખ્યો હતો.

ઉરીબે કોલંબિયાના વિખ્યાત પત્રકાર ડાયના ટર્બેના પુત્ર અને પુર્વ રાષ્ટ્રપતિ જૂલિયો સીઝરના પૌત્ર છે. તેમના માતાએ 1991ના દોરમાં ડ્રગ માફિયાઓ વિરુદ્ધ ખુબ લખતાં તેમનું અપહરણ કરાયું હતું અને બચાવ અભિયાન દરમિયાન તેમનો જીવ ગયો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક