બન્ને
ગેંગના કુલ 20 ઇસમની ધરપકડ : સંડોવાયેલાની શોધખોળ કરવા યુપી-રાજસ્થાન સુધી સર્ચ કરાયું
રાજકોટ,
તા.12: રાજકોટ શહેરમાં ગત તા.29/10/2025ના રોજ મંગળા મેઇન રોડ ખાતે ફાયારિંગની ઘટના
સામે આવી હતી. પેંડા અને મુર્ઘા ગેંગ વચ્ચે થયેલા ગેંગવોરમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા
થયેલી વધુ ત્રણ શખસની માલીયાસણ નજીકથી ધરપકડ કરવામાં આવી છે. આ મામલે પોલીસે અત્યાર
સુધીમાં કુલ 20 ઈસમની ધરપકડ કરી છે તેમજ હથિયાર સપ્લાય કરનારની પણ ધરપકડ કરવામાં આવી
છે. આ કેસમાં સંડોવાયેલાઓને દબોચવા ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજીની અલગ અલગ ટીમોએ યુપી-રાજસ્થાન
સુધી તપાસ આદરી હતી.
મંગળા
રોડ પર થયેલા ગેંગવોર બાદ એસઓજી અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ સત્તત કાર્યવાહી કરી રહી
છે. ત્યારે આ તકે ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપી
હતી કે, અત્યાર સુધીમાં એક પક્ષના 13 અને બીજા પક્ષના 7 ઇસમની અટકાયત કરવામાં આવી છે.
પોલીસની ટીમ સંડોવાયેલાની શોધખોળ માટે યુપી અને રાજસ્થાન જઈ તપાસ કરી હતી. જોકે ત્યાં
સફળતા મળી ન હતી. જે બાદ ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય સૂત્રધાર સમીર મુર્ગા સહિત 3 ઇસમની
માલીયાસણ નજીકથી ધરપકડ કરી છે. જેમાં સમીર ઉર્ફે મુર્ગો પઠાણ, શાહનવાઝ ઉર્ફે નવાજ વેતરણ,
સોહિલ ઉર્ફે ભણો ચાનીયાનો સમાવેશ થાય છે. પૂછપરછમાં સામે આવ્યું છે કે, સમીર અને સોહિલે
ફાયારિંગ કર્યું હતું. જ્યારે શાહનવાઝ સ્થળ પર હાજર હતો. અતિયાર સુધીમાં કુલ 20ની અટકાયત
કરવામાં આવી છે તેમજ બન્ને ગેંગના ફરાર ઇસમની શોધખોળ ચાલુ છે. આ સિવાય હથિયાર સપ્લાય
કરનારની પણ ધરપકડ કરવામાં આવી છે.
હથિયારનો
સપ્લાયર પકડાયો
મંગળા
રોડ પર થયેલા ફાયારિંગના બનાવ બાદ શહેર એસઓજી ટીમે હથિયાર સપ્લાયરની શોધખોળ આદરી હતી.
જે અનુસંધાને ઘટના સ્થળે જીજ્ઞેશ ઉર્ફે ભયલો દિનેશભાઈ રાબાએ જે હથિયારથી ફાયરિંગ કર્યુ
હતું તે સંજયરાજસિંહ ઉર્ફે ચીન્ટુ મહેન્દ્રસિંહ ઝાલાએ આપ્યાનું ખુલ્યું હતું. જેની
હથિયાર સાથે અગાઉ ધરપકડ કરાઈ હતી અને વધુ પૂછપરછ કરતા અન્ય હથિયાર સપ્લાયરનું નામ ખૂલ્યું
હતું. ત્યારે એસઓજી ટીમે સંજયરાજસિંહને હથિયાર આપવાના ગુનામાં ઋતુરાજસિંહ જાડેજાની
ધરપકડ કરી છે. તેની પાસેથી દેશી તમંચો-1, કાર્ટીઝ-3, મોબાઈલ સહિત કુલ રૂ.45,300નો મુદ્દામાલ
પણ જપ્ત કરવામાં આવ્યો છે.
10
મહિનાથી ચાલે છે માથાકૂટ
મકરસંક્રાંતિના
દિવસે ગોકુલધામ વિસ્તારમાં જંગલેશ્વરનો સોહેલ પોતાની ગર્લફ્રેન્ડ સાથે નીકળ્યો હતો
ત્યારે પેંડા ગેંગના સાગરીતો પરેશ ઉર્ફે પરીયો, યાસીન ઉર્ફે ભુરો, મેટીયો ઝાલા સહિતનાઓએ
સોહેલની ગર્લફ્રેન્ડનો હાથ પકડી બિભત્સ માંગણી કરી તું અમારી સાથે આવ કહી સોહેલ પર
હુમલો કર્યો હતો. જેલમાંથી પરેશ બહાર આવતા બદલો લેવા મુર્ઘા ગેંગે તેના પર ફાયરિંગ
કર્યુ હતુ. જે બાદ બન્ને ગેંગ વચ્ચે છેલ્લા 10 મહિનાથી માથાકૂટ ચાલી રહી છે.