-કાર્યક્રમ
અંતર્ગત વડાપ્રધાનના હસ્તે રૂ.8400 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને
ખાતમુહૂર્ત કરાશે
અમદાવાદ,
તા.12 : બિરસા મુંડાની 150મી જન્મજયંતીની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી વડાપ્રધાન નરેન્દ્ર
મોદીની અધ્યક્ષતા હેઠળ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે આગામી તા. 15 ના રોજ થશે. આ
ઉજવણી દરમિયાન વડાપ્રધાન રૂ. 8,400 કરોડથી વધુના કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરીને
ગુજરાતને વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ આપશે. આ ઉપરાંત વડાપ્રધાન આદિવાસીઓના આસ્થાના
કેન્દ્ર સમાન દેવમોગરા માતાજીના દર્શનાર્થે પણ જશે.
મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે મળેલી રાજ્યમંત્રી મંડળની બેઠકમાં
વડાપ્રધાનના કાર્યક્રમની સંપૂર્ણ તૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી, તેમ પ્રવક્તા
મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. વધુમાં તેઓએ ઉમેર્યુ હતું કે, બિરસા મુંડાની
150મી જન્મજયંતિની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી ઉપરાંત રાજ્યના વિવિધ સ્થળો ખાતે પણ રાજ્યમંત્રી
મંડળના સભ્યો, સાંસદો, ધારાસભ્યો તેમંજ વિવિધ પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં
ઉજવણી કાર્યક્રમો યોજાશે.
રાજ્યમાં
તા. 1 થી 15 નવેમ્બર સુધી વિવિધ રાજ્યવ્યાપી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં તા. 7 થી 13 નવેમ્બર સુધી રાજ્યના 14 આદિજાતિ વિસ્તારોમાં બે રૂટમાં જનજાતિય
ગૌરવ યાત્રાનું આયોજન કરાયું છે. એક યાત્રાનો પ્રારંભ અંબાજીથી તથા બીજી યાત્રાનો પ્રારંભ
ઉમરગામથી કરવામાં આવ્યો છે. આ યાત્રા દરમિયાન અંદાજે 5.95 લાખથી વધુ લોકોએ ભાગ લીધો
છે. આ યાત્રા અંતર્ગત 82 આરોગ્ય શિબિર, 51 સેવા સેતુ અને 2,522 સ્થળોએ સફાઈ-સ્વચ્છતા
અભિયાનમાં પણ લાખો નાગરિકો જોડાયા છે. આ યાત્રાઓનું
સમાપન આવતી કાલ તા. 13 નવેમ્બર, 2025ના રોજ એકતાનગર ખાતે થશે.