• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

હિન્દી થોપવાનું સહન નહીં થાય : સુપ્રીમ

 

- કેરળના છાત્રોને મારપીટ પર ચિંતા સાથે કોર્ટે કહ્યું : વંશિય ભેદભાવ સામે સરકાર ગંભીર બને

 

નવી દિલ્હી, તા. 12 : સુપ્રીમ કોર્ટે એક ધ્યાન ખેંચનારા નિર્દેશમાં જણાવ્યું હતું કે, આપણે એક દેશ છીએ, હિન્દી બોલવા માટે મજબૂર કરવું, લુંગીની મજાક ઉડાવવી સહન ન કરી શકાય.

કેરળના બે છાત્ર સાથે મારપીટની ઘટના પર ચિંતા વ્યક્ત કરતા દેશની સર્વોચ્ચ અદાલતે આવી ટિપ્પણી કરી હતી.

સુપ્રીમે કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે  આવા સાંસ્કૃતિક અને વંશવાદના મામલાઓ પર ગંભીર થવું જોઇએ.

ન્યાયમૂર્તિ સંજયકુમાર અને આલોક અશદોની ખંડપીઠે કહ્યું હતું કે, આપણા દેશમાં સાંસ્કૃતિક અને વંશિય ભેદભાવથી લોકોને નિશાન બનાવવા દુ:ખદ છે.

અદાલત 2015ની એક અરજી પર સુનાવણી કરી રહી હતી જે અરુણાચલ પ્રદેશના છાત્ર નીડો તાનિયાના દિલ્હીમાં મોત બાદ કરાઇ હતી.

તે વખતે સુપ્રીમે કેન્દ્રને એક સમિતિ રચવાનો નિર્દેશ આપ્યો હતો. એ સમિતિને  વંશિય ભેદભાવ, હિંસા સામે કડક કાર્યવાહીના અધિકાર અપાયા હતા. સામે આવા મામલા રોકવાના ઉપાય સૂચવવા કહેવાયું હતું. કેન્દ્ર સરકાર વતી અધિક સોલિસિટર જનરલ કે. એમ. નટરાજે જણાવ્યું હતું કે, આદેશ અનુસાર સમિતિની રચના થઇ ચૂકી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક