-
વારાણસીમાં વિમાનનું ઈમરજન્સી
લેન્ડિંગ : દિલ્હી સહિતનાં એરપોર્ટની તલાશીમાં કંઈ જોખમી મળ્યું નહીં
નવી
દિલ્હી, તા.12: રાજધાની દિલ્હીમાં કાર બ્લાસ્ટની પૃષ્ઠભૂમિમાં આજે મુંબઈથી વારાણસી
જતાં એર ઈન્ડિયા એક્સપ્રેસનાં વિમાનમાં બોમ્બની ધમકી મળી હતી અને તેનાં હિસાબે તાબડતોબ
વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. બીજીબાજુ દિલ્હી એરપોર્ટનાં ટર્મિનલ-3
ઉપર પણ બોમ્બની ધમકીએ અફરાતફરી મચાવી દીધી હતી. ઈન્ડિગોનાં પોર્ટલ ઉપર મળેલા મેઈલમાં
આ ધમકી હતી અને તેમાં દિલ્હી ઉપરાંત ચેન્નઈ અને ગોવા એરપોર્ટનો ઉલ્લેખ પણ હતો. જેને
પગલે દિલ્હીમાં એરપોર્ટ ઉપર તલાશી લેવામાં આવી હતી અને ગોવા, ચેન્નઈનાં એરપોર્ટને પણ
હાઈએલર્ટ ઉપર મૂકી દેવામાં આવ્યા હતાં. જો તપાસનાં અંતે આ ધમકી પોકળ પુરવાર થઈ હતી. મુંબઈથી વારાણસી જતાં વિમાનને બોમ્બથી ઉડાડી દેવાની
ધમકી મળતા વારાણસીનાં લાલ બહાદુર શાત્ર એરપોર્ટને હાઈએલર્ટ કરી દેવામાં આવ્યું હતું.
ત્યારબાદ વિમાનનું તાકીદનું ઉતરાણ કરવામાં આવ્યું હતું અને વિમાનને અલાયદું રાખીને
તેમાંથી તમામ 182 મુસાફરને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતાં. ત્યારબાદ બોમ્બ
ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા વિમાનની સઘન તલાશી લેવામાં આવી હતી.