કોલકતા,
તા.12: દ. આફ્રિકા ટીમે ભારતની ધરતી પર પાછલા 1પ વર્ષથી ટેસ્ટ મેચ જીત્યો નથી જ્યારે
પાછલા અઢી દાયકાથી ટેસ્ટ શ્રેણી કબજે કરી નથી. જો કે આફ્રિકાના મુખ્ય સ્પિનર ભારતીય
મૂળના ખેલાડી કેશવ મહારાજને વિશ્વાસ છે કે આ ભારતના આ વખતના પ્રવાસમાં અમે ટેસ્ટ જીતના
દુકાળનો અંત કરશું. આ માટે અમારી ટીમ ઘણી ઉત્સાહિત છે. ભારત-આફ્રિકા વચ્ચેની બે ટેસ્ટ
મેચની શ્રેણી 14મીથી શરૂ થવાની છે.
કેશવ
મહારાજે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે અમે ભારતને તેની ધરતી પર હાર આપવા તૈયાર
છીએ. અમે સંભવત: કઠિન પૈકિના એક પ્રવાસે છીએ. અમારી સૌથી મોટી પરીક્ષાઓમાની એક છે.
આથી અમને વાસ્તવિક સ્થિતિની ખબર પડશે. અમે ઉપદ્વીપમાં ટેસ્ટ જીત મેળવવી શરૂ કરી દીધી
છે. ભારતમાં ટેસ્ટ જીત મેળવવાની અમારી ટીમમાં અંદરથી ભૂખ છે. અહીંની પિચ પાકિસ્તાન
જેવી સ્પિનરોને અનુકુળ હશે તેવું અમારું માનવું છે. મહારાજ કહે છે કે ભારત શાનદાર ટીમ છે અને બદલાવના
દોરમાં સારી પ્રગતિ કરી છે.