સાવરકુંડલા, તા.ર7: સાવરકુંડલાના વીજપડી ગામમાં રહેતી પરિણીતાએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પતિ સાથે ઝઘડો થયા બાદ પરિણીતાએ આ પગલુ ભર્યુ હોવાનું જાણવા મળ્યું છે.
મળતી
માહિતી મુજબ પરિણીતા તેજલબેન મેરૂભાઈ પરમાર ઉં.વ.રર જે અમરેલીના છે અને તેમના આશરે
ત્રણ વર્ષ પહેલા વીજપડી ખાતે રહેતા હિતેશ કેશુભાઈ ચારોલીયા સાથે થયા હતા. હાલમાં તેને
એક વર્ષનો એક દીકરો છે.
મૃતક
પરણીતા તેજલબેનના માતા-પિતાએ જણાવ્યુ હતું કે, અમારી દીકરીને પતિ સાસુ અને સસરાનો ત્રાસ
હતો અને તેને માર મારી અને ટીંગાડી દીધી છે તેવો તેમણે આક્ષેપ કર્યો હતો ત્યારે મૃતક
તેજલબેનના સાસુ અને પતિ હિતેશભાઈના માતાએ જણાવ્યુ હતું કે, ગઈકાલે રાત્રે પતિ-પત્નીને
મોટો ઝઘડો થયો હતો અમે લોકો તો બહાર હતા. હાલ પોલીસે પોર્સ્ટમોર્ટમની કાર્યવાહી થયા
બાદ ફરિયાદ નોંધવાની કામગીરી શરૂ કરવામાં આવશે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યનું
સાચું કારણ બહાર આવશે.