• મંગળવાર, 30 ડિસેમ્બર, 2025

મોરબીમાં વિદેશમાં વ્યાપાર કરતી વિવિધ પેઢી સાથે 1.62 કરોડની ઠગાઇ

વેપારીની સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ

મોરબી, તા.28: મોરબીમાં અલગ-અલગ પેઢીઓના નામે એકસપોર્ટ કરેલી ચીજ વસ્તુઓની રકમ આધારિત સરકારની સ્કીમ અંતર્ગત જમા થયેલી 1,62,78,858 ની રકમ અજાણ્યા શખસોને ખોટા દસ્તાવેજો ઉભા કરી ટ્રાન્ફર કરી છેતરાપિંડી આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે.

મોરબીના પંચાસરા રોડ પર પ્રયાગ એપાર્ટમેન્ટ ધરતી પાર્કમાં રહેતા દિપકભાઇ વલમજીભાઇ પાંચોટીયાએ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં અજાણ્યા શખસો સામે ફરિયાદ નોંધાવી છે. તેણે ફરિયાદમાં જણાવ્યું છે કે 2021થી 2024 દરમિયાન ફરિયાદી અને અન્ય પેઢી ધરાવતા વેપારીઓ વિદેશમાં સિરામિક ચીજ વસ્તુઓ અંગે એકસપોર્ટના વ્યવસાય કરતા હોવાથી ભારત સરકાર દ્વારા ઈંઈઊઋઅઝઊ  સ્કીમ અંતર્ગત સરકાર તરફથી રૂ.1,62,78,858 રકમ પેઢીના યુઝર એકાઉન્ટમાં જમા થઇ હતી જે રકમ આરોપીઓએ ખોટા દરતાવેજો ઉભા કરી ઈંઈઊઋઅઝઊમાં યુઝર આઇડી રજીસ્ટ્રેશન કરાવવા માટે સાચા તરીકે ઉપયોગ કરી પોર્ટલમાં ખોટા યુઝર આઇડી બનાવી રૂ.1,62,78,858 ટ્રાન્સફર કરી છેતરાપિંડી કરી હતી આ અંગે મોરબી સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક