જૂનાગઢ,
તા.17: ગાદોઇ ગામે રહેતા કરશન ગાવિંદભાઈ કટારિયાની ગાદોઈ ગામે અઢી વીઘા ખેતીની જમીન
આવેલી હોય આ જમીન તેની બન્ને બહેનો મંજુલાબેન અને ધનીબેનના સંયુક્ત નામે હોય આ જમીન
પોતાના પિતરાઈ દુર્લભ પીઠાને વાવવા આપી હતી પરંતુ આ જમીન પચાવી પાડવા દુર્લભ પીઠા કટારિયા
તેનો પોલીસ પુત્ર મહેશ અને પત્ની મંજુબેન દુર્લભભાઈ કરશનભાઈ ઉપર દબાણ કરતા હતા અને ગત તારીખ 29 ડિસેમ્બરના
દુર્લભભાઈ અને તેનો પુત્ર મહેશ મોટરકારમાં ઘરે આવી સમાધાનનું કહી કરશનભાઈ ને સાથે લઈ
ગયા હતા.
ત્યારબાદ
કરસનભાઈ કટારિયા સુમસામ રહેતા હતા અને ગત તારીખ 1 જાન્યુઆરીના રોજ પોતાના ઘરે ગળાફાંસો
ખાઈ આત્મહત્યા કરી લીધી હતી તેમના ખિસ્સામાંથી મળેલી સુસાઇટ નોટમાં જીગો રાજા કટારિયા,
રાજા કાળા કટારિયા, દુર્લભ પીઠા કટારિયા, મહેશ દુલેભ કટારિયા અને મંજુબેન દુર્લભ કટારિયા
જમીન ખાતે કરી દેવા માટે દબાણ કરતા હોવાથી કંટાળી આત્મહત્યા કર્યાનું નોંધ્યું હતું