ભાવનગર,
તા.17: ભાવનગરના કુંભારવાડા ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં ગુરુવારે રાત્રે સાહિલભાઇ
સૈયદ (ઉં.વ.23)ની એક્ટિવા ન આપવા જેવી નજીવી બાબતે હત્યા કરવામાં આવી હતી. આ મામલે
બોરતળાવ પોલીસે પાંચ આરોપીઓને ઝડપી પાડયા છે. ઝડપાયેલા આરોપીઓમાં નદીમભાઇ મનસુરભાઇ
સોરઠિયા, સલીમભાઇ કાસમભાઇ સોરઠીયા, સાહીલભાઇ રસુલભાઇ શાહ, શાહનવાજ સલીમભાઇ સોરઠિયા
અને સીદ્દીકભાઇ સલીમભાઇ સોરઠિયાનો સમાવેશ થાય છે. પોલીસે આ શખસોની પૂછપરછ હાથ ધરી છે.