અમેરિકી, ઈઝરાયલી કંપનીઓના સોફ્ટવેર
ચીનમાં ઉપયોગ થઈ શકશે નહી : કંપનીઓને નિર્દેશ
નવી દિલ્હી, તા. 16 : ચીને રાષ્ટ્રીય
સુરક્ષાનો હવાલો આપીને પોતાના દેશની કંપનીઓને અમેરિકા અને ઈઝરાયલની સાઈબર સુરક્ષા કંપનીઓનો
સોફ્ટવેર ઉપયોગમાં લેવાથી રોકવાનો નિર્દેશ આપ્યો છે. રિપોર્ટ અનુસાર આ નિર્ણયથી અમેરિકાની
ઘણી મોટી સાઈબર સિક્યોરિટી કંપનીઓ પ્રભાવિત થઈ છે. જેમાં વીએમવેર, ફોર્ટિનેટ, ક્રાઉડસ્ટ્રાઈક,
સેંટિનલવન, મૈનડિયંટ, પાલો ઓલ્ટો નેટવર્ક અને રેપિડ7 સામેલ છે. આ ઉપરાંત ઈઝરાયલની ચેક પોઈન્ટ સોફ્ટવેર ટેક્નોલોજી
પણ યાદીમાં છે. ચીનનો સંશોધિત સાઈબર સિક્યોરિટી
કાયદો જાન્યુઆરી 2026થી લાગુ થઈ ચૂક્યો છે. જેને વિદેશી ટેક્નોલોજી સામે ચીનની અત્યારસુધીની
સૌથી આકરી કાર્યવાહી માનવામાં આવે છે.