• રવિવાર, 18 જાન્યુઆરી, 2026

ભાણવડિયા-માકડિયાની બેલડીએ કરેલા ગોટાળાનો આંક 1000 કરોડને આંબ્યો

MCX અને જુગારમાં રૂપિયા હારી ગયા ઉપરાંત રિયલ એસ્ટેટના કામો બંધ થતા નાદારી નોંધાવી : વિજય માકડિયાની શોધખોળ

 

રાજકોટ, તા.17: રાજકોટ શહેરમાં આર્થિક મામલે ખળભળાટ મચાવતી ઘટના સામે આવી છે, ત્યારે હવે ભોગ બનનારનો આંકડો પણ એટલો જ મોટો થવા જઈ રહ્યો છે રાજકોટની નામી ફૂડસ કંપનીના માલિક અને પરિવાર સાથે રૂ.10.99 કરોડની છેતરાપિંડી થયાની ફરિયાદ બાદ શહેરમાં ચકચાર મચી હતી, વિજય માકડિયા અને અમિત ભાણવડિયા નામના શખસોએ પોતાની ત્રણ પેઢીમાં રોકાણ કરી ઊંચું વળતર મેળવવાની લાલચ આપી વડાલિયા પરિવારને ફસાવી હાથ ઊંચા કરી દેતા ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો નોંધાયો હતો. જે બાદ ભોગ બનનાર લોકોનો રાફડો ફાટયો હતો અને 300થી વધુ ભોગ બનનારની રૂ.1000 કરોડથી વધુની રકમ આ બેલડીએ પચાવી પાડયાનું સામે આવ્યું હતું.

      ગુનાની ગંભીરતા જોઈ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી મહેન્દ્ર બગરિયા, ડિસીપી (ક્રાઇમ) જગદીશ બાંગરવા સહિતના સ્ટાફ દ્વારા આરોપીઓને પકડવાની આપેલી સૂચનાથી ક્રાઈમ બ્રાન્ચ પી.આઈ એમ.આર.ગોંડલિયા, એમ.એલ.ડામોર અને સી.એચ.જાદવના માર્ગદર્શન હેઠળ ટીમે તુરંત જ તપાસ હાથ ધરી હતી અને ભૂગર્ભમાં ઉતરી ગયેલા આરોપી અમીત રમેશ ભાણવડિયાને ઝડપી પાડયો હતો અને અમિત ભાણવાડિયાના રીમાન્ડ મેળવવા તજવીજ હાથધરી જ્યારે ભૂગર્ભમાં ઉતરેલા અન્ય એક શખસ વિજય હરી માકડિયાની શોધખોળ હાથ ધરી હતી. પોલીસે ભોગ બનનાર તમામની રજૂઆત સાંભળી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક