EPFOની કર્મચારીઓને મોટી ભેટ : સુવિધા
શરૂ થવાથી 8 કરોડથી વધુ સભ્યોને ફાયદો મળશે
નવી દિલ્હી, તા.17 : પ્રાઈવેટ
સેક્ટરના કર્મચારીઓ માટે આનંદના સમાચાર છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા પીએફ ઉપાડ અંગે એક મોટું
પગલું ભરવામાં આવ્યું છે જેથી કરીને હવે EPFO સભ્ય યુપીઆઈ દ્વારા સીધી બેંક એકાઉન્ટમાં પીએફની
રકમ ટ્રાન્સફર કરી શકશે. એપ્રિલ 2026 સુધીમાં આવું થઈ શકે છે. આ સુવિધા શરૂ થવાથી
8 કરોડ સભ્યોને ફાયદો મળશે અને પ્રોસેસમાં જે સમય લાગતો હતો તે હવે બંધ થઈ જશે. લેબર
મિનિસ્ટ્રી અને ઊઙઘિ તરફથી સોધટવેરની ખામીઓને ઠીક કરાઈ રહી છે જેથી કરીને નવી સિસ્ટમને
યોગ્ય રીતે શરૂ કરવામાં આવી શકે.
અત્યાર સુધી એવી સિસ્ટમ હતી કે
પીએફ ઉપાડવો હોય તો ક્લેમ ફાઈલ કરવો પડતો હતો. જેમાં ઘણો સમય પણ જતો હતો. મીડિયા રિપોર્ટ
મુજબ નવી સિસ્ટમ આવ્યા બાદ સભ્યો પોતાના લિંક્ડ બેંક ખાતામાં ઞઙઈં દ્વારા સીધી રકમ
ટ્રાન્સફર કરી શકશે. આ ઉપરાંત તમે પીએફ બેલેન્સને PIN નોંધાવીને અપ્રુવ કરાવી શકશો.
પૈસા સીધા તમારા બેંક એકાઉન્ટમાં આવશે નહીં તો તમે અઝખ થી કાઢી શકશો અથવા ડિજીટલ પેમેન્ટ
કરી શકશો. આ સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણ સુરક્ષિત અને ઝડપી હશે. ઊઙઘિ બાંકિંગ લાઈસન્સ નહીં હોવાના કારણે સીધા પૈસા આપી
શકે નહીં પરંતુ યુપીઆઈથી બેંક દ્વારા ટ્રાન્સફર કરી શકાશે.