ખેરાલુના
પાન્છા ગામની ગ્રામ સભામાં નિર્ણય : 12 કલાક સુધી ગામની વચ્ચે બનાવેલા પાંજરામાં પુરાશે
અમદાવાદ,
તા.16: મહેસાણા જિલ્લાના ખેરાલુના પાન્છા ગામમાં દારૂની બદીને જડમૂળથી ઉખાડવા માટે
સરપંચ શાંતાબેન ચૌધરીની આગેવાનીમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ઐતિહાસિક
અને કડક નિર્ણયો લેવાયા છે.
ગ્રામમાં
દારૂ ગાળવા, વેચવા કે પીવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ નિયમનો ભંગ કરનાર
માટે ગ્રામજનોએ એક અનોખો રસ્તો અપનાવ્યો છે. ગામની વચ્ચે એક ખાસ પાંજરૂ બનાવવામાં આવશે.
જો કોઈ વ્યક્તિ દારૂ પીધેલી હાલતમાં પકડાશે, તો તેને 12 કલાક સુધી આ પાંજરામાં પૂરી
રાખવામાં આવશે, જેથી તેને સામાજિક ક્ષોભનો સામનો કરવો પડે. ત્યારબાદ તેને પોલીસને હવાલે
કરવામાં આવશે. રસપ્રદ વાત એ છે કે, આ પાંજરૂ બનાવવા માટેનો ખર્ચ પણ ગ્રામજનોએ લોકફાળા
દ્વારા એકત્ર કર્યો છે. માત્ર વ્યસન મુક્તિ જ નહીં, પણ માળખાગત સુવિધાઓમાં પણ બદલાવ
લાવી રહ્યું છે.