• સોમવાર, 19 જાન્યુઆરી, 2026

વાહન ચાલકો માટે માર્ગ પર ધુમ્મસ જોખમી જામનગર-રાજકોટ વચ્ચે ત્રણ-ત્રણ અકસ્માત

ધુમ્મસને લીધે વિઝિબિલીટી ઘટતા વાહન ચાલકો કરી બેસે છે અક્સમાત

જામગનર, તા. 18: શિયાળાને કારણે હાઈવે પર અને શહેરની અંદર માર્ગ પર છવાઈ જતો ધુમ્મસ વાહન ચાલકો માટે જોખમી બની રહ્યો છે. ધુમ્મસને કારણે વાહન ચાલકોને વિઝિબિલીટી ઘટતા અકસ્માત નોતરી બેસે છે. જામનગર જિલ્લામાં આજે ગાઢ ધૂમ્મસના કારણે ત્રણ અકસ્માતની ઘટના બની હતી જેમાં ત્રણ ને ઇજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

જામનગર જિલ્લામાં આજે ઝાકળે કહેર વર્તાવ્યો હતો મોડી રાત્રી થી ગાઢ ધુમ્મસને કારણે અકસ્માતો સર્જાયો હતા વિઝિબિલીટી (દૃશ્યતા) ઓછી હોવાને કારણે જામનગર શહેરના ગુલાબનગર ઓવર બ્રીજ પર એક રિક્ષા ડીવાઇડર સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હતો અને ઇજાગસ્ત ડ્રાઇવરને તાત્કાલિક સારવાર અર્થે સરકારી જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

બીજો બનાવ, જામનગર-રાજકોટ હાઈવે પર આવેલ પંચકોષી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન નજીક બન્યો હતો. જ્યાં એક ટ્રક અને એક કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઇજાગ્રસ્ત કાર ચાલક ને તાત્કાલિક સારવાર અર્થે સરકારી જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યારે ત્રીજો બનાવ, જામનગર-રાજકોટ માર્ગ પર મોટી બાણુગાર ગામ પાસે થાર જીપ અને આઇસર ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં થાર ચાલકને પણ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જોકે આજનીઘટનામાં સદભાગ્યે ભોગ બનનાર દરેક વ્યક્તિ જીવથી બચી જતા હાશકારો થયો હતો પરંતુ આ ઘટનાઓથી વાહન ચાલકોએ સાવચેતી રાખવી જરૂરી બની હોવાનો મહત્ત્વનો સંદેશ મળી રહે છે.

ઇ-પેપરના નવા શુલ્ક