• શનિવાર, 31 જાન્યુઆરી, 2026

મોરબી ડીઝલ ચોરી કરનારા ચાર શખસને ઝડપી લેતી પોલીસ ડીઝલ વેચાણના રૂપિયા સહિત 63,250નો મુદ્દામાલ જપ્ત કર્યો

મોરબી, તા.28: મોરબી તાલુકા વિસ્તારમાં બે સ્થળેથી ડીઝલ ચોરીને અંજામ આપનારી સમા ગેંગના બે ઇસમોને પોલીસે ગઇ કાલે ઝડપી લઇને ચોરી થયેલી ડીઝલ અને ડીઝલ વેચાણના રૂપિયા સહિત 63,250નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો જે ગુનામાં નાસતા ફરતા વધુ બે આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે સ્થળે ડીઝલ ચોરી મામલે 26 જાન્યુઆરીના રોજ પોલીસ ફરિયાદ નોંધાતા તાલુકા પોલીસ ટીમે તપાસ ચલાવી હતી અને ડીઝલ ચોરીના ગુનામાં સમા ગેંગના બે ઇસમોને ઝડપી લઇને મુદ્દામાલ રીકવર કરવામાં આવ્યો હતો જે ગુનામાં ફરાર આરોપીને ઝડપી લેવા પોલીસે તપાસ ચલાવી હતી અને નાસતા ફરતા આરોપી અસ્લમ ઉર્ફે અનવર કમાલમિશ્ર સમા અને ઉસ્માન મલેક સમા (રહે. બંને માધાપર જુનાવાસ તા.ભુજ કચ્છ)ને ઝડપી લીધા છે.

ઇ-પેપરના નવા શુલ્ક