• શનિવાર, 31 જાન્યુઆરી, 2026

રતનપર - રાજકોટ હાઇ વે નજીક યુવકની હત્યા

વઢવાણ, તા.30 : સુરેન્દ્રનગરનાં રતનપર - રાજકોટ રોડ પર 17 વર્ષીય યુવકની હત્યા થઈ હતી. હત્યા કરી આરોપી નાશી છૂટતા પોલીસે હાત્યારાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે.

સુરેન્દ્રનગરના મેક્સન સર્કલ નજીક જૂની અદાવતનો ખાર રાખી મિત્રએ મિત્રને છરી ઝીંકી દેતા યુવકને ગંભીર હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર કારગત નીવડે તે પહેલાં યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. હત્યા કર્યા બાદ આરોપી ત્યાંથી નાશી છૂટ્યો હતો ત્યારે નાશી છૂટેલા આરોપીને ઝડપી પાડવા જોરાવનગર પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા.

સિવિલ હોસ્પિટલમાં બે મિત્ર દ્વારા મૃતકને સારવાર માટે લાવવામાં આવ્યો હતો. તે યુવકોની પોલીસે પૂછપરછ હાથ ધરી હતી. એએસપી સહિતના અધિકારીઓએ પણ સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા.

મૃતક યુવક ધનરાજને અગાઉ આરોપી સાથે બોલાચાલી થઈ હતી અને તેનું મનદુ:ખ રાખી અને મેક્સન સર્કલ નજીક જાહેરમાં છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો.  

ઇ-પેપરના નવા શુલ્ક