ભાવનગર તા.30
ભાવનગર જિલ્લાના ચકચારી બગદાણાના
કોળી યુવક નવનીત બાલધિયા પર હુમલા પ્રકરણેમાં જેલ મુક્ત થવા 8 આરોપીએ તેમના વકીલ મારફતે
મહુવા કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી મુકી હતી.
આજે મહુવા કોર્ટમાં સુનાવણી હાથ
ધરવામાં આવી હતી. જેને લઈને આજે મહુવા કોર્ટમાં 8 આરોપીના રેગ્યુલર અને એકના આગોતરા
જમીન અનુસંધાને મુદત પડી હતી.
બગદાણાના પ્રકરણમાં હાલમાં
14 શખસો જેલ હવાલે છે. 14માંથી 8 આરોપીઓની કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી હાલ જેલમાં
રહેલા 14 આરોપી પૈકી આઠ આરોપી રાજુ દેવાયતભાઈ ભમ્મર, વિરૂ મધુભાઈ સયડા, આતુ ઓધડભાઈ
ભમ્મર, ભાવેશ ભગવાનભાઈ છેલાણા, વિરેન્દ્ર જેરામભાઈ પરમાર, પંકજ માવજીભાઈ મેર, સની ઉર્ફે
સતીષ વિજયભાઈ વનાલિયા અને ઉત્તમ ભરતભાઈ બાંભણીયાએ જેલ મુક્ત થવા વકીલ મારફતે મહુવા
કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી હતી.
જ્યારે અન્ય બગદાણા ગામે રહેતા
પાતુભાઈ ભુથાભાઈ ભાદરકાએ પોતાના વકીલ મારફતે આગોતરા જામીન અરજી પણ કરી હતી. આ તમામ
જામીન અરજી પર આજે મહુવા કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેને લઈને આજે મહુવા કોર્ટે
8 શખસોની રેગ્યુલર જામીન અરજી અને એકના આગોતરા જામીન અરજીને સાંભળવા તારીખ પડી હતી.
આગામી 2 ફેબ્રુઆરીના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.આજે રેગ્યુલર
જામીન અને આગોતરા જામીન અરજીને લઈ બગદાણાના ચકચારી પ્રકરણના ફરિયાદી નવનીત બાલધિયા
પણ કોર્ટમાં હાજર રહ્યા હતા.