અલગ-અલગ યુવકોને જાળમાં ફસાવી ગઠિયાએ રૂ.17.56 લાખની છેતરપિંડી આચરી
અમરેલી, તા.30: અમરેલી જિલ્લામાં
જાણે સાયબર કરનારા શખસો જિલ્લાનાં અલગ ગામમાંથી અલગ અલગ દિવસે થયેલા સાયબર ફ્રોડની
એક જ દિવસે રૂપિયા 17,56,804ની રકમની સાત-સાત પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામેલ
છે.
પ્રથમ બનાવમાં બગસરા તાલુકાના
માવજીંજવાના વતની અને હાલ સુરત મોટા-વરાછા વૃંદાવન સોસાયટીમાં રહેતાં જયરાજભાઇ મધુભાઇ
રાબડીયા નામના 35 વર્ષીય વેપારી યુવકના મોબાઇલ ફોન નંબર જીઓ સીમકાર્ડ કોઇ અજાણ્યા ઇસમે
કોઇપણ રીતે બંધ કરી તેના બેંક એકાઉન્ટમાંથી અલગ- અલગ ટ્રાન્જેક્શન કરી કુલ રૂ.1,84,
977 ઉપાડી લીધા હતા.
બીજા બનાવમાં બાબરા તાલુકાના
ભીલા ગામે રહેતા રાજેશભાઇ પીઠાભાઇ ડેર નામના 36 વર્ષીય યુવકના સાથી કર્મચારીના ફોનમાં
વોટ્સએપ એપ્લીકેશનમાં ઇ-ચલણ નામની ખોટી એપ્લીકેશન મોકલી તેમનો મોબાઇલ ફોન હેક કરી યુવકના
બેંકના ખાતામાંથી કુલ રૂપિયા 1,92,500ની ઓનલાઇન ઠગાઇ કરી હતી.
ત્રીજા બનાવમાં અમરેલીની અમૃતધારા
સોસાયટી, ચક્કરગઢ રોડ ઉપર રહેતા કાળુભાઇ નાથાભાઇ સાવલિયા નામના 46 વર્ષીય આધેડ વેપારીની
જાણ બહાર કોઇ અજાણ્યા આરોપીએ આરટીઓ અઙઊં ફાઇલ વોટ્સએપમાં મોકલી મોબાઇલ ફોન હેક કરી
કુલ રૂ.3,64,912 ઓનલાઇન ઉપાડી લઇ છેતરપિંડી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
ચોથા બનાવમાં ખાંભા લીંમડીપરામ
વિસ્તારમાં રહેતાં વનરાજભાઇ બાલુભાઇ ભીલ નામનાં 47 વર્ષીય આધેડે કોઇપણ જાતનો ઓટીપી
કે કોઇપણ ટ્રાઝેકશન્સ કર્યા વગર તેમના વ્હોટ્સએપમાં આરોપીએ એસબીઆઇ ક્રેડીટકાર્ડ એપ નામની ફાઇલ મોકલતા આધેડે ભુલમાં ડાઉનલોડ કરતા આરોપી
સૌરવ મોડલ (રહે. કલકતા)એ આધેડના બેંક ખાતામાંથી રૂ.1,15,142.72 ઉપાડી લઇ છેતરપિંડી કરી હતી.
પાંચમાં બનાવમાં જાફરાબાદ ગામે
મોટા ઉંચાણિયા હવેલીની બાજુમાં રહેતા ચેતનભાઇ મુકુંદરાય પારેખ નામના 46 વર્ષીય વેપારીને
ગત તા.3ના રોજ અજાણ્યા મોબાઇલમાં ફોન કરી વેપારીને ઇંઉBિઍ બેંકના મેનેજર તરીકેની ઓળખ
આપી તેના વોટ્સએપ એપ્લીકેશન ઉપર લીંક મોકલી
બે અલગ-અલગ કુલ રૂપિયા 95,473 ના ટ્રાન્જેકશન કરી લઇ વેપારી સાથે છેતરપીંડી કર્યાની
પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
છઠ્ઠા બનાવમાં રાજુલા ગામે પાણીની
ટાંકી પાસે, અંબાજી મંદિરની બાજુમાં રહેતાં ગૌરવભાઇ ધીરૂભાઇ ટાંક નામના 22 વર્ષીય યુવક
સાથે કોઇ જાનવી નામની મહિલાએ બે અલગ-અલગ મોબાઇલ નંબર ઉપરથી સંપર્ક કરી અને આ યુવકને
શેર ખરીદવાની ટીપ્સ આપી અને શેરમાં નફો કરાવી આપીશું તેવી રીતે વિશ્વાસમાં લઇ આરોપીએ
કટકે કટકે જુદી જુદી રકમના કુલ રૂપિયા 75,800 ટ્રાન્જેક્શન કરાવી લઇ છેતરપિંડી કર્યાની
પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
સાતમાં બનાવમાં અમરેલીના માણેકપરામાં
રહેતા મિલનભાઇ રસીકભાઇ ગઢિયા નામના 40 વર્ષીય વેપારી યુવક તથા તેમના મિત્રના વોટ્સેઅપમાં
કોઇ અજાણ્યા ઇસમે છઝઘ ઝફિરરશભ ચલાન એપ ફાઇલ
મોકલી વેપારીના પત્ની તથા તેમના દીકરા-દીકરી ચારેયના અલગ- અલગ બેંકના ખાતામાંથી આરોપીએ રૂ.7,28,000 ઓળવી જઇ ઠગાઇ કર્યાની પોલીસમાં ફરિયાદ
નોંધાઇ છે.