મોડાસા, તા.29 : અરવલ્લી જિલ્લામાં કતલ કરવાના ઇરાદે ગેરકાયદેસર રીતે પશુઓની હેરાફેરી અટકાવવા અરવલ્લી પોલીસ અધિક્ષક મનોહરાસિંહ જાડેજાની સૂચના હેઠળ અરવલ્લી પોલીસ સખત કામગીરી કરતી હોઈ ત્યારે ટાઉન પી.આઈ ડી.બી.વાળાના માર્ગદર્શન હેઠળ ટાઉન પોલીસ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ચોક્કસ બાતમીના આધારે કસ્બા મોગલવાડાના આરીફ બેલીમના ઘરમાં તપાસ કરતાં મરણતોલ હાલતમાં કતલ કરવાના ઇરાદે બાંધી રાખેલ ગાય 6, વાછરડી 3 તથા વાછરડા 3 સહિત ગૌ માંસનો જથ્થો 250 કિલો, ગોર પાટિયા, છરા, ચપ્પા, પાટલીઓ વગેરે મુદ્દામાલ જપ્ત કરી 12 ગૌવંશના જીવ બચાવવામાં સફળતા મળી હતી. પોલીસે રેડ વાળી જગ્યાએથી 1) લિયાકત બલોચ, 2) સદદામ કુરેશી, 3) અસ્ફાક જમાદાર, 4) ઇરફાન બેલીમને પકડી પાડયા હતા જ્યારે અન્ય 7 આરોપીને પકડવા કાયદેસરની કાર્યવાહી કરી હતી.