• ગુરુવાર, 12 ફેબ્રુઆરી, 2026

દ્વારકા : 50 કિલો ગૌ માંસ સાથે માતા - પુત્ર સહિત ત્રણ ઝડપાયા

દ્વારકા, તા.11 : દ્વારકાનાં રૂપેણ બંદર પરના શાંતિનગર દાતારી ચોક પાસેથી ગઈકાલે પોલીસે એક મહિલા અને તેના પુત્રને ગૌ માંસનું વેચાણ કરતા ઝડપી પાડયા છે.

પ્રાપ્ત વિગતો મુજબ દ્વારકાના રૂપેણ બંદરમાં શાંતિનગર વિસાતમાં દાતારી ચોકમાં રહેતાં સલમાબેન ભડેલ અને તેનો પુત્ર વસીમ ગૌ માંસનું વેચાણ કરતો હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરી માતા - પુત્રની તલાશી લેતા તેની પાસેથી 50 કિલો જેટલું ગૌ માંસ મળી આવતા પોલીસે પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી માતા - પુત્રની અટકાયત કરી હતી. પોલીસને પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે માતા - પુત્રએ ખંભાળિયાના જાવેદ પાસેથી ગૌ માંસની ખરીદી કરી અહીંયા વેચાણ શરૂ કર્યું હતું. પોલીસે ગૌ વંશનું કતલ કરતા જાવેદ વિરુદ્ધ ગુનો નોંધી તેની પણ ધરપકડ કરી ત્રણેય વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક