વીરપુર,તા.26: રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના વીરપુર પોલીસ સ્ટેશનની હદમાં સ્ટેટ મોનિટારિંગ સેલએ એક મોટી સફળતા મેળવી છે. પીઠડિયા ટોલ પ્લાઝા પાસે હાથ ધરવામાં આવેલી ’રાનિંગ રેડ’ દરમિયાન બટેકાની આડમાં છુપાવીને લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે લાખોની કિંમતનો દારૂ અને વાહનો સહિત કુલ રૂ.86.33 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
જખઈની
ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે પીઠડિયા ટોલ પ્લાઝા પાસે વોચ ગોઠવવામાં આવી હતી.
તપાસ દરમિયાન એક ટ્રકમાં બટેકાની બોરીઓની નીચે છુપાવેલી અલગ-અલગ બ્રાન્ડની (ઇન્ડિયન
મેડ ફોરેન લિકર)ની કુલ 25,920 બોટલો મળી આવી હતી. જપ્ત કરાયેલા દારૂની અંદાજિત કિંમત
રૂ.51,90,240 હોવાનું જાણવા મળ્યું છે. આ દારૂ ચંડીગઢ અને પંજાબની ડિસ્ટિલરીઓમાં ઉત્પાદિત
થયેલો હતો.પોલીસે સ્થળ પરથી નૌશાદ ઇશાકખાન (રાજસ્થાન),ખાલિન ખુશીદખાન (હરિયાણા), હર્ષવર્ધન
શિવરાજાસિંહ શેખાવત (કચ્છ),મનીષ દેવિલાલ પારગી (કચ્છ), નરેન્દ્રાસિંહ ઉર્ફે મુન્નો
જાડેજા (રાજકોટ)ની ધરપકડ કરી છે, જેમાં આ દરોડામાં
દારૂ ઉપરાંત રૂ.32 લાખની કિંમતના 2 વાહનો, 5 મોબાઈલ ફોન અને અન્ય સામગ્રી મળી કુલ રૂ.86,33,620નો
મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.